VIDEO: રાજકોટ સિવિલ: દર્દથી કણસતા દર્દીની દુર્દશા, વોર્ડની બહાર અર્ઘનગ્ન હાલતમાં મળ્યો રઝળતો
રાજકોટ સિવિલ હોસ્પિટલમાં દર્દીઓની હાલત જે થઇ રહી છે અને સમયાંતરે અલગ અલગ કિસ્સા બ
રાજકોટ સિવિલ હોસ્પિટલમાં દર્દીઓની હાલત જે થઇ રહી છે અને સમયાંતરે અલગ અલગ કિસ્સા બહાર આવી રહ્યા છે તે શરમજનક છે. કિસ્સા બહાર આવ્યા બાદ તપાસના નાટક થાય છે અને દેખાડા પૂરતી સજા કરી મામલો સમેટી લેવાય છે અને આવા જ કારણે આવી ઘટના અટકતી નથી. બુધવારે રાજકોટ સિવિલ હોસ્પિટલના એમ્બ્યુલન્સ રૂમની નજીક રસોડા વિભાગની લોબીમાંથી કણસતી હાલતમાં એક વ્યક્તિ મળી આવ્યો હતો.
108 મારફત સિવિલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો
આ વ્યક્તિને 108 મારફત સિવિલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો હતો. તેને પગમાં ફ્રેક્ચર જેવી ગંભીર ઇજા હતી અને તે ચાલી શકવા સક્ષમ નહોતો. તેને સર્જરી વોર્ડ નં.2માં દાખલ કરવામાં આવ્યો હતો, પરંતુ મંગળવારે રાત્રે જ હોસ્પિટલ પોલીસ ચોકીના દફતરે નોંધ કરાવવામાં આવી હતી કે મનોજ ઉદ્ધવ વોર્ડમાંથી નાસી ગયો છે.
આ પણ વાંચો:ઉડતા 'અમદાવાદ'! સતત બીજા દિવસે ઝડપાયું ડ્રગ્સ, આરોપીઓ પાસેથી આ ઘાતક વસ્તુઓ પણ મળી આવી
રાત્રે વોર્ડમાંથી ઉઠાવીને કોણ ફેંકી ગયું?
જ્યારે દર્દી મનોજ રસોડા નજીકથી બિનવારસી હાલતમાં મળી આવ્યો હતો. તે ચાલવા સક્ષમ નહોતો તો તે ત્યાં કેવી રીતે પહોંચ્યો?, તેને રાત્રે વોર્ડમાંથી ઉઠાવીને કોણ ફેંકી ગયું?, આવા અનેક સવાલો ઉઠ્યા હતા.આ મામલે તબીબી અધિક્ષકે રાબેતા મુજબ તપાસના આદેશ કરી દીધા છે અને સીસીટીવી ફૂટેજ ચેક કરાશે અને જે કોઇ જવાબદાર હશે તેની સામે કડક કાર્યવાહી કરાશે તેવા દાવા કર્યા છે.






