VIDEO: રાજ્યમાં મેઘરાજાની રમઝટ, ચોમાસાની શરૂઆતમાં જ સંખ્યાબંધ ડેમો ઓવરફ્લો
રાજ્યમાં મેઘરાજાએ રમઝટ બોલાવી છે. સંખ્યાબંધ જિલ્લાઓમાં ધોધમાર વરસાદ વરસી રહ્યો છે. રાજ્યના વિવિધ

રાજ્યમાં મેઘરાજાએ રમઝટ બોલાવી છે. સંખ્યાબંધ જિલ્લાઓમાં ધોધમાર વરસાદ વરસી રહ્યો છે. રાજ્યના વિવિધ જળાશયો, ડેમ, છલકાયા છે, તેમાં નવા નીર આવ્યા છે.
જળાશયો, ડેમ, છલકાયા
જુનાગઢ જિલ્લાનો બાંટવા ખાર ,જામનગરનો વાગડીયા ડેમ , રણજીતસાગર ડેમ, ભાદર-૨ ડેમ, મોજ ડેમ, આજી-1 ડેમ, આજી-2 ડેમ, ભાદર-૨ સહિતના ડેમો છલકાયા છે.
જુનાગઢ જિલ્લાનો બાંટવા ખારો ડેમ ઓવરફ્લો થયો છે, આ ડેમના 6 દરવાજા 0.60 મીટર ખોલવામાં આવ્યા છે. ચોમાસાની શરૂઆતમાં જ ડેમ ભરાઈ જતા ખેડૂતોમાં ખુશીની લાગણી ફેલાઈ છે. તો બીજી તરફ માણાવદર ના ચાર અને કુતિયાણાના ચાર ગામોને કરાયા એલર્ટ આપવામાં આવ્યું છે.
રાજકોટના વિવિધ ડેમોની સ્થિતિ
ભાદર-૨ ડેમમા અંદાજે 4 ફુટની આવક
મોજ ડેમ 0.98 ફૂટની આવક
ફોફળ ડેમ 0.59 ફૂટની આવક
આજી-1 ડેમ 0.13 ફૂટની આવક
આજી-2 ડેમ 0.23 ફૂટની આવક
સુરવો ડેમ 0.33 ફૂટની આવક
ન્યારી-2 ડેમ 0.33 ફૂટની આવક
છાપરાવાડી-2 ડેમ 3.28 ફૂટની આવક
ગિરનારમાં છેલ્લા છ કલાકમાં પાંચ ઈંચ વરસાદ વરસતા દામોદર કુંડ ઓવરફ્લો થયો છે. જામનગરનો વાગડીય અને રણજીતસાગર ડેમ છલકાયો છે, રણજીત સાગર ડેમમાં દોઢ ફુટ સુધી છલકાયો છે અને નવા નીર આવ્યા છે.
નવા નીરની આવક
રાજકોટ જિલ્લાના જળાશયના કેચમેન્ટ વિસ્તારમાં નોંધાયેલ સૌથી વધુ વરસાદ ભાદર-૨ ડેમમાં ૭૦ મી.મી,છાપરાવાડી-૨ ડેમમાં ૪૦ મી. મી, ફોફળ ડેમમાં ૮૭ મી.મી., મોજ ડેમમા ૫૦ મી.મી, આજી-૧ ડેમમાં ૧૦મી.મી, આજી-૨ ડેમમાં ૧૦ મી.મી., સુરવો ડેમમાં ૩૫ મી.મી. વરસાદ થયો છે
સોરઠ પંથકનો જીવાદોરી સમાન વંથલીનો ઓઝત વિયર ડેમ ઓવરફ્લો થયો છે, ડેમમાં 10,149 ક્યુસેક પાણીની આવક થઈ છે. નોંધનીય છે કે ઉપરવાસમાં ભારે વરસાદને કારણે આ ડેમ ઓવરફ્લો થયો છે. વંથલી તાલુકાના પાંચ ગામોને સાવચેત કરાયા છે.








