મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

VIDEO: દાંતામાં અંબા મંદિરની છત ઉપર ભીષણ આગ ફાટી નીકળી, એક ઓરડો બળીને ખાખ

બનાસકાંઠાના દાંતામાં આવેલા પૌરાણિક અંબા મંદિરની છત ઉપર મોડી રાત્રે અચાનક ભીષણ આગ ફાટી નીકળી હતી

બનાસકાંઠાના દાંતામાં આવેલા પૌરાણિક અંબા મંદિરની છત ઉપર મોડી રાત્રે અચાનક ભીષણ આગ ફાટી નીકળી હતી. જોતજોતામાં આગની જ્વાળાઓ મંદિર પાછળ આવેલી ફિલ્મ સિટી અંબા મહેલ અને તેની અંદર બનાવેલા ઓરડાઓ સુધી પ્રસરતા એક ઓરડો બળીને સંપૂર્ણ ખાક થઈ ગયો હતો.

દાંતામાં ફાયર ફાઈટરની સુવિધા ન હોવાને કારણે આગ વધુ પ્રસરી હતી અને વહેલી સવાર સુધી જ્વાળાઓ જોવા મળી હતી. ઘટનાની જાણ થતાં જ અંબાજીથી ફાયર બ્રિગેડની ગાડીઓ દાંતા પહોંચી હતી અને પાણીનો મારો ચલાવ્યો હતો. આ તરફ સ્થાનિક લોકોના ટોળેટોળાં પણ આગ ઓલવવા પાણી છાંટવાની કામગીરીમાં મદદ કરવા દોડી આવ્યા હતા. આગ લાગવાનું પ્રાથમિક કારણ શોર્ટ સર્કિટ હોવાનું અનુમાન સેવાઈ રહ્યું છે.

આ સમાચાર શેર કરો