VIDEO: બનાસકાંઠા / ડીસા નગરપાલિકામાં નવા હોદ્દેદારોની નિમણૂકથી સ્થાનિક રાજકારણમાં ગરમાવો
બનાસકાંઠાના ડીસામાં નગરપાલિકાની ચૂંટણીમાં ભાજપના ભવ્ય વિજ

બનાસકાંઠાના ડીસામાં નગરપાલિકાની ચૂંટણીમાં ભાજપના ભવ્ય વિજય બાદ નવા પ્રમુખ અને ઉપપ્રમુખના નામોની સત્તાવાર જાહેરાત કરવામાં આવી છે. ડીસા પાલિકાની કુલ 44 બેઠકોમાંથી 38 બેઠકો જીતીને પ્રચંડ બહુમત મેળવનાર ભાજપે SC અનામત બેઠક માટે કૌશિકભાઈ સાધુના નામ પર પ્રમુખ તરીકે મહોર મારી છે, જ્યારે ઉપપ્રમુખ તરીકે પલ્લવીબેન જોષીની વરણી કરવામાં આવી છે. ઉલ્લેખનીય છે કે આ ચૂંટણીમાં કોંગ્રેસને માત્ર 3 અને અન્યને 3 બેઠકો મળી હતી. ભાજપના આ મોટા રાજકીય નિર્ણય અને નવા હોદ્દેદારોની નિમણૂકથી સ્થાનિક રાજકારણમાં નવા સમીકરણોની ચર્ચાઓએ જોર પકડ્યું છે.

