VIDEO: અમદાવાદમાં રોડની સાઈડ પર ચાલતા મહિલા અને બાળક પર શખ્સે કાર ચઢાવી, નફ્ફટ નબીરો અકસ્માત સર્જી ફરાર
અમદાવાદમાં બેફામ કાર ચાલકે મહિલા અને બાળકને ટક્કર મારીને ફરાર થયો છે. શહેરના
અમદાવાદમાં બેફામ કાર ચાલકે મહિલા અને બાળકને ટક્કર મારીને ફરાર થયો છે. શહેરના અમદાવાદના સાયન્સ સિટી વિસ્તારમાં હિટ એન્ડ રનની ઘટના સર્જાઈ હતી. આ ઘટના શ્રીજી પાર્ટી પ્લોટ પાસે બની હતી. અકસ્માતની ઘટના 15 સપ્ટેમ્બરે રાતે થઈ હતી. મહિલા અને બાળકને કાર ચાલક ટક્કર મારીને ફરાર થયો હતો. આ સમગ્ર ઘટનાના CCTV પણ સામે આવ્યા છે. CCTV હૃદયને કંપાવે તેવા છે? ઉલ્લેખનીય છે કે ક્યારે અટકશે આ નફ્ફટ નબીરાઓની રફ્તાર તે પણ એક યક્ષ પ્રશ્ન છે.
બનાવની વિગતો એ છે કે રણજીતસિંહ તેમના પત્ની જવુબેન અને દિકરો પ્રકિરાજ સિંહ ઉંમર 12 વર્ષ તેઓ ઉમિયા સર્કલથી ન્યુ સાયન્સ સીટી રોડ શ્રીજી પાર્ટીપ્લોટ તરફ રોડની સાઈડમાં ચાલતા જઈ રહ્યા હતા. તે દરમ્યાન અચાનક ઉમિયા સર્કલથી એક કાર પૂરપાટે તેમના તરફ આવી હતી અને તેમની પત્ની અને બાળકને ટક્કર મારી દીધી હતી.
બાળક અને મહિલા કારની નીચે આવી ગયા
અકસ્માત એટલો ગંભીર હતો કે બાળક અને મહિલા કારની નીચે આવી ગયા હતા. બાળકના પિતાએ જેમતેમ કરીને કારની નીચેથી તેને કાઢ્યો હતો. બાળકને પેટના ભાગે, છાતીમાં, લીવર અને ફેફસામાં ગંભીર ઈજાઓ પહોંચી હતી, તો બીજી તરફ તેમની પત્નીને માથામાં કપાળ તથા કમરના ભાગે મૂઢમાર વાગ્યો હતો.
ઘટના બાદ નફ્કટ કાર ચાલક ત્યાંથી કાર લઈને ફરાર
ઘટના બાદ નફ્કટ કાર ચાલક ત્યાંથી કાર લઈને ફરાર થઈ ગયો હતો. ત્યારબાદ 108 મારફતે સિવિલમાં લઈ ગયા હતાં, ત્યાં પ્રાથમિક સારવાર બાદ મહિલા અને કિશોરને ખાનગી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. દંપતીની મદદે એક શખ્સ આવ્યો હતો, સમગ્ર ઘટનના મામલે એ ડિવિઝન ટ્રાફિક પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધવામાં આવીી છે. ટ્રાફિક પોલીસે ગુનો નોધી વધુ તપાસ હાથ ધરી છે. આ કાર ચાલક કોણ હતો અને ક્યાં ગયો તે અંગે પોલીસ તપાસ શરૂ કરશે.
આ નબીરાઓ ક્યારે સુધરશે
ઉલ્લેખનીય છે કે તથ્યકાંડ હજુ ભૂલાયો નથી, ત્યાં આ વધુ એક કાંડ સામે આવ્યો છે. ઉલ્લેખનીય છે કે આ નબીરાઓ ક્યારે સુધરશે તે પણ એક પ્રશ્ન છે. અમદાવાદમાં 14 તારીખની રાત્રે વધુ એક હિટ એન્ડ રનનો કેસ સામે આવ્યો હતો. બોપલની આ ઘટનામાં મોંઘીદાટ કારથી સિક્યુરીટી ગાર્ડને ટક્કર મારી હતી, સિક્યુરીટી ગાર્ડનું મોત નિપજ્યું હતું.








