VIDEO: ગીર સોમનાથમાં હોટલ ગંગાસાગર પાસે સિંહે પશુનું મારણ કરી માણી મિજબાની
સૌરાષ્ટ્રના સાવજો હવે ગીરના જંગલોમાંથી રહેણાક વિસ્તારોમાં આવવા લાગ્યા છે. થ
સૌરાષ્ટ્રના સાવજો હવે ગીરના જંગલોમાંથી રહેણાક વિસ્તારોમાં આવવા લાગ્યા છે. થોડા સમય અગાઉ જૂનાગઢના એક એપાર્ટમેન્ટમાં ગાયનો શિકાર કરવા આવ્યા હતા. ત્યારે હવે ગીર સોમનાથ જિલ્લાના ઉના દેલવાડા રોડ ઉપર હોટલ ગંગાસાગર પાસે સિંહે પશુનું મારણ કરી મિજબાની માણી હતી. છેલ્લા લાંબા સમયથી સિંહ રહેણાંક વિસ્તાર તરફ જોવા મળી રહ્યા છે. ત્યારે ગીર સોમનાથ જિલ્લામાં હોટલ પાસે ગત રાત્રિના સિંહે પશુનું મારણ કરતાં સ્થાનિક લોકોમાં ભય જોવા મળ્યો હતો.




