VIDEO: 'સુરતમાં આવતીકાલે મોટી સંખ્યામાં અમારા ઉમેદવારો વિજેતા બનશે', AAP નેતાઓએ કર્યો દાવો

સુરતમાં AAP નેતા મનોજ સોરઠીયા, યોગેશ જાદવાણી અને ચિત્રેશ અનાજવાલાએ પ્રેસ કોન્ફર

સોર્સ: gstv

સુરતમાં AAP નેતા મનોજ સોરઠીયા, યોગેશ જાદવાણી અને ચિત્રેશ અનાજવાલાએ પ્રેસ કોન્ફરન્સ યોજી હતી. સોરઠીયાએ જણાવ્યું કે, આ ચૂંટણીમાં સાબિત થયું છે કે ગુજરાતની જનતાએ આપને મજબૂત વિકલ્પ તરીકે સ્વીકારી છે અને આવતીકાલે મોટી સંખ્યામાં ઉમેદવારો વિજેતા બનશે.

તેમણે ભાજપ પર પ્રહાર કરતા કહ્યું કે, આ લડાઈ માત્ર ભાજપ સામે નહીં પણ સરકારી તંત્ર અને અસામાજિક તત્વો સામે હતી. સાથે જ તેમણે કોંગ્રેસ પર ભાજપને મદદ કરવાનો અને હથિયારો મૂકી દેવાનો આરોપ લગાવ્યો હતો. સાગર રબારી વિશે સ્પષ્ટતા કરતા જણાવ્યું કે તેઓ હવે સામાજિક સ્તરે યોગદાન આપશે. સોરઠીયાએ ઉમેર્યું કે, 2027માં પરિવર્તનની આશા આવતીકાલે જીવંત થશે.

આ સમાચાર શેર કરો

જાહેરાત