VIDEO: ખમણમાંથી નીકળ્યો મોટો કાનખજૂરો, નાસ્તો કરતાં પહેલા ચેતજો
અમદાવાદમાં ધોળકા એસ.ટી.બસ સ્ટેન્ડ પાસે આવેલા પ્રખ્યાત શ્રીરામ ખમણ હાઉસમાં ખમણની પ્લેટમાં
અમદાવાદમાં ધોળકા એસ.ટી.બસ સ્ટેન્ડ પાસે આવેલા પ્રખ્યાત શ્રીરામ ખમણ હાઉસમાં ખમણની પ્લેટમાં કાનખજૂરો નીકળ્યો. ગ્રાહકો જ્યારે ખમણનો નાસ્તો કરી રહ્યા હતા ત્યારે એક ગ્રાહકની ખમણની પ્લેટમાં મોટો કાનખજૂરો જોવા મળ્યો હતો. નાસ્તાની પ્લેટમાંથી મોટો કાનખજૂરો જોવા મળતા ગ્રાહકોમાં અનેક સવાલો ઊભા થયા હતા. ગ્રાહકને ફરિયાદ કરતાં યોગ્ય જવાબ ન મળતા વીડિયો બનાવી વાયરલ કર્યો.




