મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

VIDEO: કપરાડામાં ૨૦ થી વધુ મજૂરો ભરેલી જીપ પલટી

વલસાડ જિલ્લાના કપરાડા તાલુકાના માલઘર ખાતે એક ગંભીર અકસ્માત સર્જાયો હતો, જેમાં મજૂરોને લઈ જતી બોલે

તસવીર: gstv

વલસાડ જિલ્લાના કપરાડા તાલુકાના માલઘર ખાતે એક ગંભીર અકસ્માત સર્જાયો હતો, જેમાં મજૂરોને લઈ જતી બોલેરો જીપ પલટી ખાઈ ગઈ હતી. કપરાડાથી નાસિક જઈ રહેલી આ જીપમાં ૨૦ થી વધુ શ્રમિકો સવાર હતા.યાત્રા દરમિયાન ચાલકે અચાનક સ્ટેરિંગ પરથી કાબુ ગુમાવી દેતા બોલેરો જીપ બે થી ત્રણ પલટી ખાઈને રસ્તાની બાજુમાં ખાબકી હતી. અકસ્માતની જાણ થતાં જ સ્થાનિક લોકો તાત્કાલિક મદદ માટે ઘટનાસ્થળે દોડી આવ્યા હતા. સ્થાનિકોએ બચાવ કામગીરી હાથ ધરીને તમામ ઈજાગ્રસ્ત મજૂરોને તાકીદે સારવાર અર્થે નજીકની હોસ્પિટલમાં ખસેડ્યા હતા.

આ સમાચાર શેર કરો