Video: રાજકોટમાં પાકા મકાનની માંગ સાથે વિશાળ રેલી નીકળી, વિપક્ષના અનોખા વિરોધથી શાસકો પણ ચોંક્યા
રાજકોટના વોર્ડ નંબર 15 વિસ્તારના રહેવાસીઓએ પાકા મકાનની માંગ સાથે વિશાળ રેલી યોજી છે. વિપક્ષી નેતા વશર

રાજકોટના વોર્ડ નંબર 15 વિસ્તારના રહેવાસીઓએ પાકા મકાનની માંગ સાથે વિશાળ રેલી યોજી છે. વિપક્ષી નેતા વશરામ સાગઠિયાની આગેવાનીમાં યોજાયેલી આ રેલીમાં 500 થી વધુ લોકો જોડાયા હતા. વિરોધ પ્રદર્શન દરમિયાન વશરામ સાગઠિયા અને અન્ય કોંગ્રેસ કોર્પોરેટરોએ પોતાના શરીરે 'ભિખારી' લખેલા બેનરો લગાવી અનોખી રીતે વિરોધ નોંધાવ્યો હતો. બેનરમાં લખ્યું હું ભિખારી છું ગરીબોના મકાન માટે સરકાર પાસે ભીખ માગું છું. રહેવાસીઓની મુખ્ય માંગ છે કે વર્ષોથી વસવાટ કરતા લોકોના સૂચિત મકાનોને રેગ્યુલાઈઝ કરી તેમને પાકા મકાનની સુવિધા આપવામાં આવે.
જાહેરાત







