મુખ્ય સામગ્રી પર જાઓ
વિશ્વ

Afghanistan: ભયાનક માર્ગ અકસ્માત, 17 બાળકો સહીત 71 થી વધુ લોકોએ ગુમાવ્યા જીવ

અફઘાનિસ્તાનના પશ્ચિમી હેરાત પ્રાંતમાં એક ભયંકર માર્ગ અકસ્માત બન્યો, જ

અફઘાનિસ્તાનના પશ્ચિમી હેરાત પ્રાંતમાં એક ભયંકર માર્ગ અકસ્માત બન્યો, જેમાં એક બસ ટ્રક અને મોટરસાયકલ સાથે ટક્કર બાદ સળગી ઊઠી હતી. આ દૂર્ઘટનામાં 71 લોકોના મોત નીપજ્યા, જેમાં 17 બાળકોનો સમાવેશ થાય છે. બસમાં ઇરાનથી નિકાલાસ કરાયેલા અફઘાન માલીઓ સવાર હતા, જેઓ કાબુલ તરફ જઈ રહ્યા હતા.

પ્રવક્તાએ આપી માહિતી 

આ મામલે પ્રાદેશિક સરકારના પ્રવક્તા અહેમદુલ્લાહ મુત્તાકીએ ઘટનાની પુષ્ટી કરતાં કહ્યું કે વર્તમાન સમયનો આ સૌથી ભીષણ અકસ્માત હતો. હેરાતમાં બસ, ટ્રક અને બાઈક વચ્ચે આ ટક્કર થઇ હતી. સોશિયલ મીડિયા પર આ અકસ્માતનો એક વીડિયો પણ વાઈરલ થઇ રહ્યો છે અને આજુબાજુ ગભરાયેલા લોકોની ભીડ પણ દેખાઈ રહી છે. 

દુર્ઘટનાનું કારણ જણાવ્યું

અન્ય એક પ્રાદેશિક અધિકારી મોહમ્મદ યુસુફ સઈદીએ જણાવ્યું કે આ બસમાં ઈરાનમાંથી કાઢી મૂકાયેલા અફઘાની નાગરિકો સવાર હતા જે ઈસ્લામ કલા બોર્ડર ક્રોસ કરી કાબુલ તરફ જઇ રહ્યા હતા.  જોકે અકસ્માતનું કારણ જણાવતા મુત્તાકીએ કહ્યું કે આ દુર્ઘટના હેરાત શહેરના બાહ્વ વિસ્તાર ગુજારા જિલ્લામાં બસની વધારે પડતી સ્પીડ અને અને બેદરકારીને કારણે થયું હતું. બસ પહેલા બાઈક સાથે અને પછી ઈંધણ ભરેલા ટ્રક સાથે ટકરાઈ ગઇ હતી. આ અકસ્માતમાં ત્રણ જ લોકોનો જીવ બચ્યો હતો. જોકે ટ્રક અને બાઈકચાલક ચાર લોકો પણ મૃતકોમાં સામેલ છે. 

   

આ સમાચાર શેર કરો