મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

બલીના નામે બાળકીનો જીવ લેવાયો

આણંદના આંકલાવના નવાખલ ગામે સાત વર્ષની બાળકીની બલી આપવાના નામે હત્યા કર્યાનો ચોંકાવનારો બનાવ સામે આવ્યો છે.

આણંદના આંકલાવના નવાખલ ગામે સાત વર્ષની બાળકીની બલી આપવાના નામે હત્યા કર્યાનો ચોંકાવનારો બનાવ સામે આવ્યો છે. ખુદ આરોપીએ બલી માટે બાળકીને કાપીને નદીમાં ફેકી દીધી હોવાનું બાળકીના પિતાએ કહ્યું હતું.આ આરોપી સાત વર્ષની બાળકીના કાકાનો મિત્ર જ હોવાનું સામે આવ્યું છે.પત્નીના શ્રીમંત બાદ તાંત્રિક વિધિ માટે બાળકીના અપહરણ અને હત્યા કર્યાની આશંકા છે..આરોપીએ બાળકીને નદીમાં ફેંકી દીધી હોવાનું કહેતા સિંધરોડ ખાતે આવેલી મીની નદીમાં એનડીઆરએફની ટીમ દ્વારા બાળકીનો મૃતદેહ શોધવાની કામગીરી કરવામાં આવી રહી છે.નદીઓમાં નવા નીરના કારણે નદી બે કાંઠે હોવાથી બાળકીનો મૃતદેહ શોધવામાં એનડીઆરએફને પણ મુશ્કેલી પડી રહી છે. 

આ સમાચાર શેર કરો