મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

VIDEO: વડોદરાના મારેઠા ગામમાં મહાકાય મગર ઘૂસી જતા મચી અફરાતફરી, મગરને પકડવામાં પરસેવો વળી ગયો

વડોદરાની વિશ્વામિત્રી નદીમાંથી ચોમાસા દરમિયાન અવારનવાર મગરો રસ્તા અને સોસાયટીમાં ઘૂસી આવી છે. વડોદરા ન

વડોદરાની વિશ્વામિત્રી નદીમાંથી ચોમાસા દરમિયાન અવારનવાર મગરો રસ્તા અને સોસાયટીમાં ઘૂસી આવી છે. વડોદરા નજીક આવેલા મારેઠા ગામના રબારી વાસમાં 12 ફૂટનો મહાકાય મગર આવી જતા અફરાતફરીનો માહોલ મચી ગયો હતો. જોકે, વન વિભાગની ટીમે પહોંચીને ભારે જહેમત બાદ મહાકાય મગરને પકડ્યો હતો.

પ્રાપ્ત માહિતી પ્રમાણે વડોદરા નજીક આવેલા મારેઠા ગામના રબારી વાસમાં 12 ફૂટનો મહાકાય મગર આવી ગયો હતો. જેના પગલે સ્થાનિક લોકોમાં ભયનો માહોલ ફેલાય ગયો હતો. બનાવની જાણ ફોરેસ્ટ વિભાગને કરાતા રેસ્ક્યુ ટીમ આવી ગઈ હતી. જે દરમિયાન ગામના લોકો ભેગા થઈ ગયા હતા અને ફોરેસ્ટ વિભાગને મદદરૂપ થઈ ભારે જહેમત બાદ મગરનું રેસ્ક્યુ કરવામાં આવ્યું હતું. આ મગરને રેસ્ક્યૂ કરવામાં સાડાત્રણ કલાકનો સમય લાગ્યો હતો. મગરની આંખ પર મોટું કપડું નાખી દીધા બાદ તેને ચારે બાજુથી દોરડા વડે બાંધીને ખેંચીને પિંજરામાં પુરવામાં આવ્યો હતો.

આ સમાચાર શેર કરો