VIDEO: કાલાવાડમાં યુવાન જીવ બચાવવા થાંભલા પર ચઢ્યો, ધસમસતા પ્રવાહ વચ્ચે મદદની પોકાર
જામનગરમાં સતત ત્રીજા દિવસે વરસાદી માહોલ યથાવત છે.કાલાવડમાં સૌથી વધુ સાડા 9 ઈંચ, તો લાલપુરમાં 7 ઈંચ વરસાદ પડ્યો હતો
જામનગરમાં સતત ત્રીજા દિવસે વરસાદી માહોલ યથાવત છે.કાલાવડમાં સૌથી વધુ સાડા 9 ઈંચ, તો લાલપુરમાં 7 ઈંચ વરસાદ પડ્યો હતો.જામનગર શહેરમાં 4 ઈંચ જેટલો વરસાદ પડ્યો હતો.જ્યારે જોડિયા, ધ્રોલમાં 6 ઈંચ વરસાદ ખાબક્યો હતો. કાલાવડ નાકા પાસે એક વ્યક્તિ પાણીમાં ફસાયાની ઘટના સામે આવી છે.
8 કલાકથી થાંભલા પર ચઢીને બેઠો
મળતા અહેવાલ પ્રમાણે છેલ્લા 8 કલાકથી થાંભલા પર ચઢીને બેઠો છે, યુવાનનો વીડિયો સોશીયલ મીડિયામાં વાયરલ થયો છે. તંત્ર પાસેથી મદદની ગુહાર લગાવી છે.




