મુખ્ય સામગ્રી પર જાઓ
ભારત

VIDEO: પંજાબથી હજારો ખેડૂતોના કાફલા દિલ્હી તરફ રવાના

સંસદના ચોમાસું સત્ર વચ્ચે દેશની રાજધાની દિલ્હીમાં એકસાથે બે મોટા આંદોલનોને કારણે રાજકીય ગરમાવો

તસવીર: gstv

સંસદના ચોમાસું સત્ર વચ્ચે દેશની રાજધાની દિલ્હીમાં એકસાથે બે મોટા આંદોલનોને કારણે રાજકીય ગરમાવો આવી ગયો છે. સીજેપી બાદ હવે પંજાબથી હજારો ખેડૂતોના કાફલા દિલ્હી તરફ રવાના થતાં સરકાર માટે બેવડી સૂરક્ષા અને રાજકીય પડકાર ઉભો થયો છે. ખેડૂતોનો કાફલો રાત્રિ રોકાણ અલગ-અલગ સ્થળોએ કરીને 21 જુલાઈના રોજ દિલ્હીના 'કિસાન ઘાટ' ખાતે યોજાનાર મહારેલીમાં ભાગ લેશે. ખેડૂત નેતાઓએ દાવો કર્યો કે ભારતની ડેરી વ્યવસ્થા કરોડો ગ્રામીણ પરિવારોની આજીવિકા સાથે જોડાયેલી છે. એવામાં આ ક્ષેત્ર પર કોઈપણ પ્રકારનું દબાણ ગ્રામીણ અર્થતંત્ર અને રોજગાર પર નકારાત્મક અસર પાડી શકે છે. દેશ બચાવો મોરચાએ કેન્દ્ર સરકાર પાસે માંગ કરી છે કે ભારત-અમેરિકા વેપાર કરાર સાથે જોડાયેલા તમામ દસ્તાવેજો જાહેર કરવામાં આવે. સાથે જ ખેડૂતો, મજૂરો, ડેરી ઉત્પાદકો અને અન્ય સંબંધિત પક્ષો સાથે વ્યાપક ચર્ચા કર્યા પછી જ કોઈ નિર્ણય લેવામાં આવે.

આ સમાચાર શેર કરો