VIDEO : પંજાબથી ગુજરાત આવતું ઈથેનોલનું ટેન્કર રાજસ્થાનમાં પલટ્યું, હાઈવે પર લાગી આગ
રાજસ્થાનના જાલોર જિલ્લામાં જેસલમેર-જામનગર નેશનલ હાઈવે (NH-68) પર ઇથેનોલ ભરેલું ટેન્કર પ
રાજસ્થાનના જાલોર જિલ્લામાં જેસલમેર-જામનગર નેશનલ હાઈવે (NH-68) પર ઇથેનોલ ભરેલું ટેન્કર પલટ્યા બાદ આગ લાગી. રસ્તા પર 200 મીટર સુધી જ્વાળાઓ ફેલાઈ ગઈ. ટેન્કર ડ્રાઈવર જીવતો ભૂંજાયો પરંતુ સાથે બેઠેલો ભાઈ સમયસર કૂદી જતાં તેનો આબાદ બચાવ થયો છે. ફાયર બ્રિગેડે 1 કલાક બાદ આગ પર કાબૂ મેળવી લીધો.
આ ટેન્કર મુરલીધર કંપની (જામનગર)નું છે. ટેન્કર ભટિંડા (પંજાબ)થી કંડલા (ગુજરાત)આવી રહ્યું હતું. ટેન્કરમાં ઈથેનોલ ભરેલું હતું. આ દરમિયાન રાજસ્થાનના સિંવાડા ઓવરબ્રિજ પર પલટી ગયું. અકસ્માત બાદ ઘટનાસ્થળે મોટી સંખ્યામાં લોકો એકઠા થઈ ગયા.
ચિતલવાના પોલીસ સ્ટેશનના ASI મોહનલાલે જણાવ્યું કે, પંજાબથી નીકળેલું ગુજરાત પાસિંગનું ટેન્કર બાડમેરથી જામનગર તરફ જઈ રહ્યું હતું. અકસ્માતમાં બાડમેરના ગુડામાલાણીના મોખાવા ગામના રહેવાસી ડ્રાઈવર સુખરામ મેઘવાલનું મૃત્યુ થયું.ટેન્કરમાં સાથે હાજર તેનો ભાઈ નરસીરામ દાઝી જતાં સિણવાડા હોસ્પિટલ લઈ જવામાં આવ્યો છે. જ્યાં તેની પ્રાથમિક સારવાર કરવામાં આવી હતી.



