મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

VIDEO: વિઝા અપાવવાના બહાને લાખોની છેતરપિંડી કરનાર મુખ્ય આરોપી પકડાયો, પંજાબથી ભેજાબાજ દબોચાયો

સુરત સાયબર ક્રાઇમ સેલે કેનેડાના વર્ક પરમિટ વિઝા અપાવવાના બહાને લાખોની ઓનલાઇન છેતરપ

સુરત સાયબર ક્રાઇમ સેલે કેનેડાના વર્ક પરમિટ વિઝા અપાવવાના બહાને લાખોની ઓનલાઇન છેતરપિંડી આચરનાર મુખ્ય આરોપી અમિત સોનીની પંજાબના મોહાલીથી ધરપકડ કરી છે. આરોપી સેન્ટિફ ગ્રુપ ઓફ કન્સલ્ટન્ટ્સ નામે વિઝા કન્સલ્ટન્સી ચલાવી નિર્દોષ લોકોને નિશાન બનાવતો હતો, જેમાં તેણે ફરિયાદીના 14 ક્લાયન્ટોને કેનેડાની પ્રતિષ્ઠિત કંપનીઓના બનાવટી એપોઇન્ટમેન્ટ લેટર આપી કુલ 7 લાખ પડાવ્યા હતા. 

સાયબર હેલ્પલાઇન 1930 પર મળેલી ફરિયાદના આધારે હાથ ધરાયેલી ટેકનિકલ તપાસમાં સામે આવ્યું છે કે આરોપી વિરુદ્ધ રાજકોટ અને ગાંધીનગરમાં પણ છેતરપિંડીની ત્રણ ફરિયાદો નોંધાયેલી છે. પોલીસે લોકોને સોશિયલ મીડિયા પર વર્ક પરમિટની લોભામણી જાહેરાતોથી સાવધ રહેવા અને સત્તાવાર વિગતો ચકાસ્યા બાદ જ નાણાકીય વ્યવહાર કરવા અપીલ કરી છે.

આ સમાચાર શેર કરો