VIDEO: મહેસાણાના બહુચરાજી તાલુકામાં કોઝવે પાર કરતા કાર તણાઈ, ત્રણ લોકોનો આબાદ બચાવ
રાજ્યના મહેસાણાના બહુચરાજી તાલુકામાં પાણીના ધસમતા પ્રવાહમાં કાર તણાવાની ઘટના સામ
રાજ્યના મહેસાણાના બહુચરાજી તાલુકામાં પાણીના ધસમતા પ્રવાહમાં કાર તણાવાની ઘટના સામે આવી છે. મહેસાણાના બહુચરાજી તાલુકામાં મોટપ અને કનોડ ગામ વચ્ચે રૂપેણ નદી પર બનેલા કોઝવે પર કાર તણાઈ હતી. કારમાં ત્રણ લોકો સવાર હતા.
નદીનો કોઝવે પાર કરતા સમયે આ દુર્ઘટના સર્જાઈ
નદીનો કોઝવે પાર કરતા સમયે આ દુર્ઘટના સર્જાઈ હતી. નદીમાં પાણીનો પ્રવાહ વધુ હોવાને કારણે કાર તણાઈ ગઈ હતી. કારમાં રહેલા ત્રણ લોકોએ વૃક્ષ પર ચઢ્યા હતા. સ્થાનિકોએ વૃક્ષ પર આસરો લઈ રહેલા ત્રણેયનો મહામહેનતે જીવ બચાવ્યો હતો.




