મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

VIDEO: સુરેન્દ્રનગરના મૂળચંદ નજીક નદી પર બે વર્ષ પહેલા બનાવેલો પુલ બેસી ગયો

સુરેન્દ્રનગરના મૂળચંદ નજીક નદી પર બે વર્ષ પહેલાં બનાવવામાં આવેલો પુલ રાત્

સુરેન્દ્રનગરના મૂળચંદ નજીક નદી પર બે વર્ષ પહેલાં બનાવવામાં આવેલો પુલ રાત્રિ સમયે બેસી ગયો છે.ભારે વરસાદના કારણે નદી બે કાંઠે વહેતી થઈ  જેના કારણે પુલ વજન ખમી શક્યો નહીં અને બેસી ગયો હતો.  સ્થાનિક લોકોએ તંત્રને જાણ કરતાં પ્રાંત અધિકારી અને પોલીસ સહિતના અધિકારીઓ દોડી આવ્યા હતા. તાત્કાલિકપણે પુલ અવરજવર માટે બંધ કરી દેવામાં આવ્યો છે. ઘટનાની ગંભીરતાને લઇ તાત્કાલિક ટેસ્ટિંગની કામગીરી શરૂ કરવામાં આવી છે. પુલના કામોમાં વખતોવખત થતી બેદરકારી સામે લોકોમાં રોષ જોવા મળ્યો છે... ગ્રામજનોએ કલેકટર સહિતના વરિષ્ઠ અધિકારીઓને પણ સંપર્ક કરી તાત્કાલિક કાર્યવાહી કરવાની માંગ ઉઠાવી છે...

આ સમાચાર શેર કરો