મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

VIDEO: કપડવંજમાં એક જ કામ કરતાં લોકો વચ્ચે છૂટા હાથની મારામારી, ઘટનામાં 4 લોકો ઇજાગ્રસ્ત

ખેડા જિલ્લાના કપડવંજ તાલુકાના દનાદરા ગામમાં એક જ કામ કરતા લોકો વચ્ચે મારામારીની ઘટના સામે આ

ખેડા જિલ્લાના કપડવંજ તાલુકાના દનાદરા ગામમાં એક જ કામ કરતા લોકો વચ્ચે મારામારીની ઘટના સામે આવી છે. આ મારામારીની ઘટનામાં  4 લોકો ઇજાગ્રસ્ત થયા હતા. ઇજાગ્રસ્ત લોકોને એમ્બ્યુલન્સ મારફતે કપડવંજ સામૂહિક આરોગ્ય કેન્દ્રમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતા. જેમાંથી એક ઈસમ મેડિકલ ઑફિસરના રૂમની બહારના દરવાજાને મુક્કો મારતા કાચ તૂટયો હતો. આ ઘટના બાદ CHC ફરજ પરના તબીબે કપડવંજ ટાઉન પોલીસ મથકમાં જાણ કરવામાં આવી હતી. કપડવંજ પોલીસ ઘટના સ્થળે દોડી ગયા હતા.

આ સમાચાર શેર કરો