મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

VIDEO: સ્માર્ટ મીટરે તો બહુ કરી; વડોદરામાં ભાડુઆતને મોકલ્યું 9.24 લાખનું બીલ

સમગ્ર રાજ્યમાં સ્માર્ટ મીટરનો વિરોધ જોવા મળી રહ્યો છે, તેવામાં વડોદરામાંથી એક અજીબ ઘટના સામે આવી છે.જ્

 સમગ્ર રાજ્યમાં સ્માર્ટ મીટરનો વિરોધ જોવા મળી રહ્યો છે, તેવામાં વડોદરામાંથી એક અજીબ ઘટના સામે  આવી છે.જ્યાં શહેરના સુભાનપુરા વિસ્તારમાં ભાડાના મકાનમાં રહેતા રહીશને ત્યાં સ્માર્ટ વિજ મીટર લગાડ્યા બાદ મોબાઇલ પર રૂ. 9.24 લાખનું બીલ બાકી હોવાનો એસએમએસ વિજ કંપની તરફથી મોકલવામાં આવ્યો છે. જેને લઇને વિજ કંપની હાસ્યાસ્પદ સ્થિતીમાં મુકાઇ છે.જેમાં એમજીવીસીએલ તરફથી તેમને એસએમએસ મોકલવામાં આવ્યો હતો.

 મોબાઇલ પર રૂ. 9.24 લાખનું બીલ

જેમાં જણાવાયું કે, તેમનું સ્માર્ટ વિજ મીટરમાં તબદીલ થઇ ગયું છે. તેમની બીલની બાકી રકમ રૂ. 9.24 લાખ છે. અને આ માટે રૂ. 5 હજારના હપ્તાનો વિકલ્પ પણ આપવામાં આવ્યો છે. જેને કારણે વિજ કંપનીની એસએમએસ સેવા હાસ્યાસ્પદ સ્થિતીમાં મુકાઇ છે. 

ભાડુઆતને ખબરજ નથી કે ક્યારે સ્માર્ટ મીટર લાગ્યું

સામાન્ય વિજ બીલ રૂ. 2 હજારની આસપાસ આવે છે. આશ્ચર્યની વાત છે કે તેમના ઘરે સ્માર્ટ વિજ મીટર ક્યારે લાગ્યું તેનાથી તેઓ અજાણ છે. જેથી વિજ કંપની દ્વારા ગ્રાહકોની જાણ બહાર સ્માર્ટ વિજ મીટર નહિ લગાડતા હોવાની વાતનો છેદ અહિંયા ઉડી જાય છે. હવે આ મામલે આગળ શું થાય તે જોવું રહ્યું.

આ સમાચાર શેર કરો