VIDEO: જૂનાગઢમાં પરિક્રમા કરતા પરિક્રમાર્થી પાસેથી 7 ટન પ્લાસ્ટિકનો જથ્થો કબ્જે કરવામાં આવ્યો
જૂનાગઢમાં લીલી પરિક્રમા ચાલી રહી છે. ત્યારે આ વખતે પરિક્રમામાં પ્લાસ્ટિક પર પ્રતિબંધ મૂકવામા આવ્
જૂનાગઢમાં લીલી પરિક્રમા ચાલી રહી છે. ત્યારે આ વખતે પરિક્રમામાં પ્લાસ્ટિક પર પ્રતિબંધ મૂકવામા આવ્યો છે તેવામાં પરિક્રમાર્થીઓ પાસેથી 7 ટન પ્લાસ્ટિકનો જથ્થો કબ્જે કરવામાં આવ્યો હતો.
આ પણ વાંચો: દુ:ખદ: જૂનાગઢમાં પરિક્રમા કરવા આવેલા 9 યાત્રિકોના હાર્ટએટેકથી મોત, રૂટ પર અને તળેટીમાં અંતિમ શ્વાસ લીધા
દર વર્ષે પરિક્રમા પૂરી થયા બાદ જંગલ પ્લાસ્ટિકનો ઉકરડો બને છે. વનતંત્રે પ્રથમવાર પ્લાસ્ટિક મુક્ત પરિક્રમાનું આયોજન કર્યું છે. પરિક્રમાર્થીઓ પાસેથી પાણીની બોટલ, ખાણીપીણી સહિતની પ્લાસ્ટિક પેકિંગની ચીજ વસ્તુઓ કબજે લેવામાં આવી છે. પ્લાસ્ટિક સાથે આવેલા લોકોને દંડ ફટકારવામા આવ્યો હતો.




