VIDEO: મોડાસામાં ટ્રકમાંથી 1.10 કરોડની મતા લૂંટનાર 5 શકમંદોની ધરપકડ, ચેકિંગના બહાને રોક્યું હતું વાહન
મોડાસાના સાયરા નજીક ફિલ્મી ઢબે લૂંટની ઘટના બની છે. અમદાવાદથી રાજસ્થાન જતી ટ્રાન્સપોર્ટન
મોડાસાના સાયરા નજીક ફિલ્મી ઢબે લૂંટની ઘટના બની છે. અમદાવાદથી રાજસ્થાન જતી ટ્રાન્સપોર્ટની ટ્રકને કારમાં આવેલા 4 શખ્સોએ ચેકિંગ કરવું છે તેમ કહી રોકાવી હતી. લૂંટારુઓ ડ્રાયવર સીટ પાછળ રાખેલા 700 ગ્રામ સોનું અને 3 કિલો ચાંદી મળી કુલ રૂપિયા 1.10 કરોડની મત્તા લૂંટી ફરાર થઈ ગયા હતા. ટ્રાન્સપોર્ટ માલિકની ફરિયાદના આધારે મોડાસા રૂરલ પોલીસે તપાસ તેજ કરી 5 શકમંદોની ધરપકડ કરી છે. પકડાયેલા શખ્સોની વધુ પૂછપરછ હાથ ધરાઈ છે.






