VIDEO: તાપી જિલ્લામાં ભારે વરસાદથી 49 માર્ગો બંધ, 10 ગામોના વાહનચાલકો પ્રભાવિત
તાપી જિલ્લામાં સતત મેઘમહેર યથાવત રહેતા સમગ્ર પંથકમાં વરસાદી માહોલ જામ્

તાપી જિલ્લામાં સતત મેઘમહેર યથાવત રહેતા સમગ્ર પંથકમાં વરસાદી માહોલ જામ્યો છે. સતત વરસી રહેલા વરસાદને કારણે જિલ્લાના વિવિધ તાલુકાઓના કુલ 49 જેટલા નાના-મોટા માર્ગો બંધ થઈ જતાં વાહનવ્યવહાર પર માઠી અસર પડી છે. જેમાં વ્યારા તાલુકાના 13, ડોલવણના 16, વાલોડના 13 તેમજ સોનગઢ તાલુકાના 7 રસ્તાઓ બંધ હાલતમાં છે. વિશેષ કરીને વ્યારાથી નાની ચીખલીને જોડતો માર્ગ પાણીમાં ગરકાવ થઈ જતાં સાવચેતીના ભાગરૂપે વાહનવ્યવહાર માટે બંધ કરી દેવામાં આવ્યો છે. રસ્તાઓ પર પાણી ફરી વળતા અંદાજે 10 જેટલા ગામોના વાહનચાલકો અને સ્થાનિક રહીશો પ્રભાવિત થયા છે. તંત્ર દ્વારા લોકોને સુરક્ષિત રહેવા અને બંધ માર્ગો પરથી પસાર ન થવા માટે અપીલ કરવામાં આવી છે.




