મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

VIDEO: તાપી: ભારે વરસાદથી ૧૮ ગ્રામીણ માર્ગો બંધ

તાપી જિલ્લામાં સતત વરસી રહેલા વરસાદને કારણે ગ્રામીણ વિસ્તારોના ૧૮ જેટલા માર્ગો બંધ થઈ ગયા છે. રસ્તાઓ પર પાણી

તસવીર: gstv

તાપી જિલ્લામાં સતત વરસી રહેલા વરસાદને કારણે ગ્રામીણ વિસ્તારોના ૧૮ જેટલા માર્ગો બંધ થઈ ગયા છે. રસ્તાઓ પર પાણી ફરી વળતાં તેમજ ઓવરટોપિંગ થવાના કારણે તંત્ર દ્વારા સાવચેતીના ભાગરૂપે વાહનવ્યવહાર અટકાવવામાં આવ્યો છે. તાલુકાવાર જોઈએ તો ડોલવણમાં સૌથી વધુ ૧૨, વાલોડમાં ૫ અને વ્યારામાં ૧ માર્ગ બંધ થયો છે. પંચોલથી પાલસીયાને જોડતો માર્ગ પણ જળમગ્ન થતાં વાહનચાલકો અને સ્થાનિક ગ્રામજનોની મુશ્કેલીઓમાં ભારે વધારો થયો છે.

આ સમાચાર શેર કરો