Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / ગુજરાત / તાપી : Tapi: Rain water filling in Kanza Patak railway underpass in Whara; System's pre-monsoon performance shakes

VIDEO: તાપી: વ્હારાના કણઝા ફાટક રેલ્વે અંડરપાસમાં ભરાયા વરસાદી પાણી; તંત્રની પ્રી-મોન્સૂન કામગીરીના ધજાગરા

Timeછેલ્લું અપડેટ : 02 Jul 2026
લાઇવ ટીવીGoogle News
સોર્સ : gstv

તાપી જિલ્લાના વ્યારા શહેરમાં રાત્રિ દરમિયાન પડેલા વરસાદ બાદ કણઝા ફાટક રેલવે અંડરપાસમાં આશરે એક ફૂટ જેટલું પાણી ભરાઈ ગયું હતું. પાણી ભરાવાને કારણે સવારના સમયે શાળાએ જતા વિદ્યાર્થીઓ, વાહનચાલકો અને સ્થાનિક લોકોને ભારે હાલાકીનો સામનો કરવો પડ્યો હતો. સ્થાનિકોએ પ્રિ-મોન્સૂન કામગીરી સામે સવાલો ઉઠાવતાં તંત્રની તૈયારીઓ પોકળ સાબિત થઈ હોવાનું જણાવ્યું છે. જોકે હાલ વરસાદ બંધ થતાં પાણી ધીમે ધીમે ઓસરતા રાહત અનુભવાઈ રહી છે. છતાં દર ચોમાસે સર્જાતી આ સમસ્યાનો કાયમી ઉકેલ લાવવાની સ્થાનિકોએ તંત્ર સમક્ષ માંગ કરી છે.

App Store