મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

VIDEO: તાપીમાં સાર્વત્રિક ભારે વરસાદ: ડોલવણમાં ૪ ઇંચ, શાળાઓમાં રજા જાહેર

તાપી જિલ્લામાં રાતથી જ સાર્વત્રિક વરસાદી માહોલ જામ્યો છે. છેલ્લા ૨૪ કલાકમાં ડોલવ

તસવીર: gstv

તાપી જિલ્લામાં રાતથી જ સાર્વત્રિક વરસાદી માહોલ જામ્યો છે. છેલ્લા ૨૪ કલાકમાં ડોલવણમાં સૌથી વધુ ૪.૧ ઇંચ, ઉકાઇમાં ૩.૨, વ્યારામાં ૩, વાલોડમાં ૨.૬ અને સોનગઢમાં ૨.૫ ઇંચ વરસાદ નોંધાયો છે. ભારે વરસાદને પગલે વહીવટી તંત્રની સૂચનાથી શાળા સંચાલકોએ કેટલીક ખાનગી શાળાઓમાં રજા જાહેર કરી છે. બીજી તરફ, ઉકાઇ ડેમનું લેવલ ૩૧૩.૧૨ ફૂટે પહોંચ્યું છે અને ૧૧,૦૦૨ ક્યુસેક પાણીની આવક થઈ રહી છે, જોકે ડેમમાંથી હજુ પાણી છોડવામાં આવ્યું નથી.

આ સમાચાર શેર કરો