મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

VIDEO: તાપીમાં લાકડા ચોરોનો પીછો કરતાં RFO વિકાસ દેસાઈનું ગમખ્વાર અકસ્માતમાં કરુણ મોત

તાપી જિલ્લામાં ગેરકાયદેસર લાકડા ચોરોનો પીછો કરી રહેલા વ્યારા વન વિ

તસવીર: gstv

તાપી જિલ્લામાં ગેરકાયદેસર લાકડા ચોરોનો પીછો કરી રહેલા વ્યારા વન વિભાગના રેન્જ ફોરેસ્ટ ઓફિસર વિકાસ દેસાઈનું સોનગઢ ચેકપોસ્ટ નજીક માર્ગ અકસ્માતમાં કરુણ મોત નીપજ્યું છે. રાત્રિ દરમિયાન ઉકાઈ તરફથી લાકડા ભરીને જતી કારનો ખાનગી વાહનમાં પીછો કરતી વખતે, કાર આગળ ઉભેલા કન્ટેનર સાથે ધડાકાભેર ભટકાઈ હતી, જેની પાછળ RFOની કાર પણ અથડાતા ગંભીર અકસ્માત સર્જાયો હતો. આ ઘટનામાં મૂળ પાટણના વતની અધિકારી વિકાસ દેસાઈ અને કારમાં સવારે રેહાન ગામીત નામના શખ્સનું ઘટનાસ્થળે જ મોત થયું હતું. વર્ષ 2024માં જ પ્રથમ પોસ્ટિંગ મેળવનાર એન્જિનિયર અધિકારીના નિધનથી વન વિભાગ અને વહીવટી તંત્રમાં ભારે શોક વ્યાપી ગયો છે અને પોલીસે આ મામલે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. 

આ સમાચાર શેર કરો