VIDEO : ભાવનગર 41 ડિગ્રી તાપમાનમાં શેકાયું, હીટવેવ સામે રક્ષણ મેળવવા લોકોનો સંઘર્ષ
ભાવનગરમાં કાળઝાળ ગરમી અને હીટવેવની અસર જોવા મળી છે. છેલ્લા ત્રણ દિવસ

ભાવનગરમાં કાળઝાળ ગરમી અને હીટવેવની અસર જોવા મળી છે. છેલ્લા ત્રણ દિવસથી તાપમાન 41 ડિગ્રીને પાર પહોંચતા લોકો સૂર્યના પ્રચંડ તાપમાં શેકાઈ રહ્યા છે. બપોરના સમયે શહેરના માર્ગો સૂમસામ ભાસી રહ્યા છે અને લોકો બિનજરૂરી બહાર નીકળવાનું ટાળી રહ્યા છે.તંત્ર દ્વારા સાવચેતીના ભાગરૂપે ઠેર-ઠેર ORS અને પાણીની સુવિધા કરવામાં આવી છે. લોકો લૂ થી બચવા મોઢે રૂમાલ બાંધી રહ્યા છે અથવા વૃક્ષોના છાયડે આરામ કરી રહ્યા છે. તો શેરડીના રસની પણ લોકો મજા માણતા જોવા મળ્યા.

