મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

VIDEO: કાળઝાળ ગરમીમાં અબોલ પંખીઓની તરસ છિપાવવા તૈયાર કરાયું અનોખું વોટર સ્ટેન્ડ

દાહોદના ગોદીરોડ વિસ્તારમાં રહેતા પર્યાવરણ પ્રેમી રાજકુમારભ

દાહોદના ગોદીરોડ વિસ્તારમાં રહેતા પર્યાવરણ પ્રેમી રાજકુમારભાઈ જાંગીડે કાળઝાળ ગરમીમાં અબોલ પંખીઓની તરસ છિપાવવા 'વેસ્ટમાંથી બેસ્ટ'ના સૂત્રને સાર્થક કરતું અનોખું વોટર સ્ટેન્ડ તૈયાર કર્યું છે. સોશિયલ મીડિયા પરથી પ્રેરણા મેળવી તેમણે ભંગારના લોખંડના પાઈપ અને સળિયાનો ઉપયોગ કરી સાડા છ ફૂટ ઊંચું મજબૂત સ્ટેન્ડ બનાવ્યું છે. પક્ષીઓ બેસી શકે અને માટીના વાસણો ગોઠવી શકાય તે માટે 12 ફૂટ જેટલા 6 એમએમના સળિયાને વાળીને કલાત્મક રાઉન્ડ રિંગો બનાવી છે.

રાજકુમારભાઇએ તેમાં એક માટલું અને પાણીની નાની ઈલેક્ટ્રિક મોટર લગાવી છે. મોટરની મદદથી પાણી સતત માટીના વાસણોમાં ફરતું રહે છે. જેના કારણે કાળઝાળ ગરમીમાં પણ પાણી કુદરતી રીતે ઠંડુ રહે છે. આ કોઠાસૂઝને કારણે પક્ષીઓને 24 કલાક તાજું અને શીતળ પાણી મળી રહે છે. જીવદયાનું ઉત્કૃષ્ટ ઉદાહરણ પૂરું પાડતી આ અદભુત પરબની હાલ સમગ્ર પંથકમાં ભારે પ્રશંસા થઈ રહી છે.

આ સમાચાર શેર કરો