VIDEO : મેરઠમાં મેઘરાજાની એન્ટ્રી, કાળઝાળ ગરમી અને લૂ વચ્ચે કમોસમી વરસાદ
ઉત્તરપ્રદેશના અનેક વિસ્તારોમાં કમોસમી વરસાદ પડયો છે. મેરઠ શહેરમાં કાળઝાળ ગરમી
ઉત્તરપ્રદેશના અનેક વિસ્તારોમાં કમોસમી વરસાદ પડયો છે. મેરઠ શહેરમાં કાળઝાળ ગરમી અને અસહ્ય લૂની વચ્ચે વરસાદ પડયો હતો. ભર ઉનાળામાં મેઘરાજાના આગમનથી સમગ્ર વાતાવરણમાં એકાએક પરિવર્તન આવ્યું છે. આકાશમાં ઘેરાયેલા કાળા વાદળો અને પવનના સુસવાટા સાથે પડેલા વરસાદે મેરઠવાસીઓને બફારા અને તાપમાંથી મુક્તિ અપાવી છે. વરસાદ પડતાની સાથે જ શહેરના તાપમાનમાં મોટો ઘટાડો નોંધાયો છે, જેનાથી જનજીવનમાં નવી તાજગી જોવા મળી રહી છે. ઉનાળાની આકરી ગરમીથી લોકોને રાહત મળી છે. મેરઠના અનેક વિસ્તારોમાં ચોમાસા જેવો માહોલ સર્જાયો હતો.




