મુખ્ય સામગ્રી પર જાઓ

Video: ઊંઝા નજીક ફેક્ટરીમાંથી 27 ટન શંકાસ્પદ જીરું જપ્ત, સેમ્પલ લેબોરેટરીમાં મોકલાયા

ઊંઝા પાસે ફરી શંકાસ્પદ જીરું ઝડપાયું છે. ઊંઝા-પાટણ હાઇવે પર સિહી ગામમાં ફૂડ વિભાગની ટીમે દરોડા પ

ઊંઝા પાસે ફરી શંકાસ્પદ જીરું ઝડપાયું છે. ઊંઝા-પાટણ હાઇવે પર સિહી ગામમાં ફૂડ વિભાગની ટીમે દરોડા પાડ્યા હતા. જ્યાં મહેશ ત્રિભોવનભાઈ પટેલ નામની ફેકટરીમાં તપાસ કરતાં 43.64 લાખની કિંમતનો 24 હજાર કિલો લુઝ જીરું મળી આવ્યું, જ્યારે 4.85 લાખની કિંમતનું 2628 કિલો પેકિંગવાળું જીરું મળ્યું છે. 498 કિલો સફેદ પાવડર પણ સ્થળ પરથી મળી આવ્યો છે. આ સફેદ પાવડર જીરામાં મિક્ષ કરી વેચાણ કરવામાં આવતું હોવાની પ્રાથમિક માહિતી મળી છે. ફૂડ વિભાગે જીરાના સેમ્પલ લેબમાં મોકલી આપ્યા છે. મોટો નફો મેળવવા લોકોના સ્વાસ્થ્ય સાથે ચેડાં કરતા વેપારીઓ સામે ફૂડ વિભાગે લાલ આંખ કરી છે. 

આ સમાચાર શેર કરો