મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

Video: દુબઈમાં પાલનપુરના 20 યુવાનો અટવાયા; પરિવારજનોના જીવ અધ્ધર, દર કલાકે કરે છે વીડિયો કોલ

ઈરાન અને ઈઝરાયેલ વચ્ચે ચાલી રહેલા ભીષણ યુદ્ધના પડઘા હવે છેક બનાસકાંઠાના પાલનપુર સુ

ઈરાન અને ઈઝરાયેલ વચ્ચે ચાલી રહેલા ભીષણ યુદ્ધના પડઘા હવે છેક બનાસકાંઠાના પાલનપુર સુધી સંભળાઈ રહ્યા છે. રોજગારી માટે દુબઈ ગયેલા પાલનપુરના ૨૦ જેટલા યુવાનો હાલ ત્યાં ફસાયા હોવાના સમાચાર સામે આવ્યા છે. જોકે આ યુવાનો સુરક્ષિત છે, પરંતુ યુદ્ધના ભણકારાને પગલે વતનમાં રહેલા તેમના પરિવારજનોના જીવ અધ્ધર થઈ ગયા છે. એરબેઝ બંધ હોવાને કારણે આ યુવાનો હાલ પરત ફરી શકે તેમ નથી, જેના કારણે માતા-પિતાની આંખોમાં આંસુ અને ચિંતા જોવા મળી રહી છે.

 હવાઈ હુમલાના અવાજોથી ભયનો માહોલ સર્જાયો

બનાસકાંઠા જિલ્લાના પાલનપુર શહેરમાંથી રોજગારી માટે દુબઈ ગયેલા આશરે ૨૦ જેટલા યુવાનો હાલ મધ્ય પૂર્વમાં વધતા તણાવ વચ્ચે ફસાયા છે. ઇરાન-ઇઝરાયેલ યુદ્ધના કારણે એરબેઝ બંધ હોવાની માહિતી સામે આવી છે, જેના કારણે આ યુવાનો ઈચ્છવા છતાં વતન પરત આવી શકતા નથી. યુદ્ધના દ્રશ્યો અને સમાચાર જોઈ પરિવારજનોમાં ભારે ચિંતા જોવા મળી રહી છે. માતા-પિતા દર કલાકે વીડિયો કોલ દ્વારા પોતાના સંતાનોના ખબર-અંતર લઈ રહ્યા છે. યુવકોના જણાવ્યા મુજબ દુબઈમાં અત્યારે પરિસ્થિતિ નિયંત્રણમાં છે, પરંતુ આસપાસના વિસ્તારોમાં સંભળાતા હવાઈ હુમલાના અવાજોથી ભયનો માહોલ સર્જાયો છે.

આ સમાચાર શેર કરો