પંચમહાલ: બે જૂથ વચ્ચે મારક હથિયારો વડે મારામારીમાં 2 ઘાયલ, 4 સામે ફરિયાદ
અવારનવાર પંચમહાલમાંથી મારામારીના સમાચાર સામે આવતા હોય છે એવામાં પંચમહાલના ગોધરામાંથી હથિયારો વડે મારામારી
અવારનવાર પંચમહાલમાંથી મારામારીના સમાચાર સામે આવતા હોય છે એવામાં પંચમહાલના ગોધરામાંથી હથિયારો વડે મારામારીનો કિસ્સો સામે આવ્યો છે. જેમાં ગોધરા ગોન્દ્રા વિસ્તારમાં મારક હથિયારો વડે મારામારી કરતા હોવાનો વીડિયો વાયરલ થઈ રહ્યો છે. શહેરના ગોન્દ્રા વિસ્તારમાં આવેલી સફારી હોટલ પર મારમારીના દ્રશ્યો સર્જાયા હતા.
આ પણ વાંચો : બાળકો પાસે મજૂરી કામ કરાવતા આચાર્યની બદલી માટે માંગ, ત્રણ દિવસથી શાળાની તાળાબંધી યથાવત
હોટલમાંથી નિકળતા ધુમાડા બાબતે કહેવા જતા બે જૂથ વચ્ચે મારક હથિયારો વડે મારામારી કરવામાં આવી હતી. જેમાં બે લોકોને ગંભીર ઇજા પહોંચતા તેમને ગોધરા સિવિલ હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતા. બનાવ અંગે ગોધરા શહેર બી ડિવિઝન પોલીસે ચાર વ્યક્તિઓ સામે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.




