બાળકો પાસે મજૂરી કામ કરાવતા આચાર્યની બદલી માટે માંગ, ત્રણ દિવસથી શાળાની તાળાબંધી યથાવત
છોટાઉદેપુર જિલ્લાની એક પ્રાથમિક શાળામાં આચાર્ય દ્વારા બાળકો પાસે મજૂરી કામ કરાવતાં બોડે

છોટાઉદેપુર જિલ્લાની એક પ્રાથમિક શાળામાં આચાર્ય દ્વારા બાળકો પાસે મજૂરી કામ કરાવતાં બોડેલી તાલુકાના તરગોળ ગામે ત્રીજા દિવસે પણ શાળાની તાળાબંધી યથાવત રહી છે. તેમજ ગ્રામજનો પ્રાથમિક શાળા ઉપર ભેગા થઈને શિક્ષણ વિભાગ હાય હાયના સૂત્રોચાર કર્યા હતા.
ગ્રામજનોના જણાવ્યા મુજબ પ્રાથમિક શાળાના આચાર્યની બદલી નહિ કરવામાં આવે ત્યા સુધી પ્રાથમિક શાળાને તાળાબંધી રાખવામાં આવશે. તરગોળ ગામની પ્રાથમિક શાળાના આચાર્ય દ્વારા બાળકો પાસે તગારા પાવડાથી માટી ઉચકાવવામાં આવતી હતી, તેમજ શાળાની ટાઇલ્સો ઉચકવવામાં આવતી હતી જેને લઇને આચાર્ય સામે ગ્રામજનો વિરોધ કરી રહ્યા છે.
આ પણ વાંચો : ભયાવહ કિસ્સો:ઘરની પાછળના કૂવામાંથી મળી આવ્યો 13 વર્ષીય કિશોરનો મૃતદેહ
જ્યારે છોટાઉદેપુર જિલ્લા શિક્ષણ અધિકારી દ્વારા બે દિવસથી પ્રાથમિક શાળામાં તપાસ માટેની ટીમ મોકલવામાં આવે છે, જેમાં ગ્રામજનોએ શાળાના આચાર્ય વિરૂદ્ધ જવાબો આપવા છતાં તંત્ર દ્વારા તપાસનું નાટક કરવામાં આવી રહ્યું છે જેને લઇને ગ્રામજનોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે.
તરગોળ ગામના બાળકોને એક દિવસ શિક્ષણ કાર્ય માટે ગામમાં આવેલ એક મંદિરના હોલમાં શિક્ષણ માટે બેસાડવામાં આવ્યા હતા. પરંતુ ગ્રામજનોની માંગ ન સંતોષતા ત્રીજા દિવસે એક પણ વાલીએ પ્રાથમિક શાળામાં બાળકને મોકલ્યા નહીં. ગામના સરપંચના જણાવ્યા મુજબ શાળાના આચાર્યની બદલી નહિ કરવામાં આવે તો તેઓ જિલ્લા કલેકટરને આ અંગે રજૂઆત કરશે.






