VIDEO: ભુજના કંઢેરાઇમાં 18 વર્ષની યુવતી 500 ફૂટ ઊંડા બોરવેલમાં ખાબકી, 6 કલાકથી રેસક્યું ચાલુ
કચ્છના ભુજના કંઢેરાઇ ગામમાં 18 વર્ષની યુવતી અકસ્માતે 540 ફૂટ ઊંડા બોરવેલમાં પડતા ફાયર વિભાગ
કચ્છના ભુજના કંઢેરાઇ ગામમાં 18 વર્ષની યુવતી અકસ્માતે 540 ફૂટ ઊંડા બોરવેલમાં પડતા ફાયર વિભાગ દ્વારા રેસક્યૂ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું છે. ભચાઉથી પણ ફાયરની એક ટીમને રવાના કરવામાં આવી છે. બીજી તરફ ગાંધીનગરથી પણ રેસક્યુ માટે NDRFની ટીમ રવાના થઇ છે.
540 ફૂટ ઊંડા બોરવેલમાં પડી યુવતી
વાડીમાં ખેતમજૂરી કરતા શ્રમજીવી પરિવારની 18 વર્ષની યુવતી બોરવેલમાં પડી ગઇ હતી. બનાવની જાણ થતા જ ભુજ ફાયર વિભાગની ટીમ ઘટનાસ્થળે પહોંચી હતી ને રેસક્યુ ઓપરેશન હાથ ધર્યું હતું. 6 કલાક કરતા વધુ સમયથી રેસક્યુ ઓપરેશન ચલાવવામાં આવી રહ્યું છે. ગાંધીનગરથી NDRFની એક ટીમ પણ કચ્છ આવવા માટે રવાના થઇ છે.






