મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

VIDEO: સરસપુરમાં 17 ગજરાજોએ લીધું ભોજન, રથયાત્રાને લઇ ભક્તજનોમાં ખૂબ જ ઉત્સાહ

ભગવાન આજે નગરચર્યાએ છે. ત્યારે ભગવાન પહેલા ગણપતિ સ્વરૂપ ગજરાજ સરસપુર ખાતે પહોંચ્યા હતા.જ્યાં તેમને ભોજન આપવામાં આવ્યં

 ભગવાન આજે નગરચર્યાએ છે. ત્યારે ભગવાન પહેલા ગણપતિ સ્વરૂપ ગજરાજ સરસપુર ખાતે પહોંચ્યા હતા.જ્યાં તેમને ભોજન આપવામાં આવ્યં હતું.  સરસપુરમાં 17 ગજરાજોએ ભોજન લીધુ હતું. ભગવાન જગન્નાથની રથયાત્રાને લઇ ભક્તજનોમાં ખૂબ જ ઉત્સાહ જોવા મળ્યો.

સરસપુરમાં 17 ગજરાજોએ ભોજન લીધુ 

વાજતે ગાજતે રથયાત્રા સાથે ભગવાનના મોસાળ સરસપુર ખાતે મોટી સંખ્યામાં ભક્તોનો જમાવડો ભેગો થયો હતોભક્તો ભગવાનના દર્શન કરવા માટે થઈ સરસપુર મંદિરે પહોંચ્યા હતાં.ઢોલ-નગારાના તાલે ભક્તો નાચતા જોવા મળ્યા હતા. સરસપુર ખાતે મોટી સંખ્યામાં ભક્તજનો પહોંચ્યા હતાં.

ઢોલ-નગારાના તાલે ભક્તો નાચતા જોવા મળ્યા

સરસપુરની 170 વર્ષથી ચાલતા રસોડામાં તમામ પ્રકારની તૈયારીઓ પૂર્ણ કરી દેવામાં આવી છે.10 હજારથી વધુ ભક્તજનો જમે તે પ્રકારની તૈયારી કરવામાં આવી છે. સરસપુરની તમામ પોળમાં બપોરનો પ્રસાદ તૈયાર કરવામાં આવ્યો.

આ સમાચાર શેર કરો