VIDEO: ભરૂચમાં ST બસને નડ્યો અકસ્માત, જંબુસરથી આવતી બસ વરસાદી કાંસમાં ખાબકતા 15 ઈજાગ્રસ્ત
રાજ્યના ભરૂચમાં ST બસને અકસ્માત નડ્યો હતો. ભરૂચમાં કારેલીથી જંબુસર આવતી એસટી બસ ખુલ્લી વરસાદી ક
રાજ્યના ભરૂચમાં ST બસને અકસ્માત નડ્યો હતો. ભરૂચમાં કારેલીથી જંબુસર આવતી એસટી બસ ખુલ્લી વરસાદી કાંસમાં ખાબકી હતી. બસ વરસાદી કાંસમાં ખાબકતા વિધાર્થીઓ સહિત 15 લોકોને ઈજાઓ થઈ છે. કારેલી ગામથી ST બસ વિદ્યાર્થીઓ અને મુસાફરો સાથે જંબુસર આવી રહી હતી.
બસ ચાલકે સ્યરીંગ પરનો કાબુ ગુમાવતા બસ કાંસમાં ખાબકી
ચાંદપીર દરગાહ પાસે બસ ચાલકે સ્યરીંગ પરનો કાબુ ગુમાવતા રોડની બાજુમાં આવેલી ખુલ્લી વરસાદી કાંસમાં બસ ખાબકી હતી. દુર્ઘટના બાદ મુસાફરો બાદમાં ભયનો વાતાવરણ છવાઈ ગયો હતો.
તમામ ઇજાગ્રસ્તોને સારવાર માટે જંબુસરની વેલ્ફર હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા
તમામ ઇજાગ્રસ્તોને સારવાર માટે જંબુસરની વેલ્ફર હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. જંબુસર પોલીસે અકસ્માતત સંદર્ભે કાયદેસરની કાર્યવાહીની કવાયત હાથ ધરી હતી.






