મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

VIDEO: બોપલ-ઘુમામાં પાણી નિકાલ માટે 142 કરોડનો પ્રોજેક્ટ

અમદાવાદના બોપલ–ઘુમા વિસ્તારમાં જળભરાવની સમસ્યાના કાયમી ઉકેલ માટે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્

તસવીર: gstv

અમદાવાદના બોપલ–ઘુમા વિસ્તારમાં જળભરાવની સમસ્યાના કાયમી ઉકેલ માટે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા રૂપિયા ૧૪૨.૦૫ કરોડના સ્ટોર્મ વોટર ડ્રેનેજ પ્રોજેક્ટ્સ હાથ ધરાશે.  કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહની સુચના બાદ હાઇડ્રોલોજિકલ સર્વે આધારિત સ્ટોર્મ વોટર ડ્રેનેજ માસ્ટર પ્લાન અંતર્ગત ડી. પી. આર. તૈયાર કરી ત્રણ કામોના ટેન્ડર પ્રસિદ્ધ કરવાનું આયોજન છે. બોપલ તળાવ, ઘુમા તળાવ તથા રત્ના તળાવના કુલ ૧૧.૫૦ ચો.કિમી. કેચમેન્ટ વિસ્તારને આવરી લેતું આયોજન છે.  હાલની અંદાજે ૩.૫૦ થી ૪  લાખ વસ્તીને લાભ મળશે. રત્ના તળાવ ખાતે સ્ટોર્મ વોટર પમ્પિંગ સ્ટેશન તથા રાઇઝિંગ મેઇન થકી વરસાદી પાણીનો ઝડપી નિકાલ થશે..

આ સમાચાર શેર કરો