મુખ્ય સામગ્રી પર જાઓ
GSTV ઓરિજિનલ

VIDEO: ANDARNI VAAT / પૂર્વ મેદિનીપુરમાં પૂરના પાણીમાં ગરકાવ થયું પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર!

પશ્ચિમ બંગાળના પૂર્વ મેદિનીપુર જિલ્લામાં સતત પડી રહેલા અવિરત મુસળધાર વર

તસવીર: gstv

પશ્ચિમ બંગાળના પૂર્વ મેદિનીપુર જિલ્લામાં સતત પડી રહેલા અવિરત મુસળધાર વરસાદે ભારે તબાહી મચાવી છે. પૂરના પ્રચંડ પ્રવાહના કારણે જારગ્રામ અને હેડિયા વિસ્તારના જનજીવન પર ગંભીર અસર પડી છે. વરસાદી પાણીની યોગ્ય નિકાસ ન થવાને કારણે સમગ્ર વિસ્તારમાં જળબંબાકારની સ્થિતિ સર્જાઈ છે, જેનાથી સામાન્ય નાગરિકો ભારે હાલાકી ભોગવી રહ્યા છે. આ આકાશી આફત વચ્ચે હેડિયા સ્થિત પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર પણ સંપૂર્ણપણે પૂરના પાણીમાં ગરકાવ થઈ ગયું છે. આરોગ્ય કેન્દ્રના કમ્પાઉન્ડથી લઈને વોર્ડ સુધી પાણી ભરાઈ જતાં રક્ષક જ ભક્ષક બન્યો હોય તેવી સ્થિતિ સર્જાઈ છે. હોસ્પિટલમાં પાણી ઘૂસી જવાના કારણે દર્દીઓ, તબીબો અને આરોગ્ય કર્મચારીઓને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. આરોગ્ય ધામ પોતે જ પૂરની ચપેટમાં આવી જતાં દર્દીઓની સારવાર ખોરવાઈ ગઈ છે. ઈમરજન્સી સેવાઓ અને જરૂરી તબીબી ઉપકરણો પણ પાણીમાં પલળી જવાથી નુકસાન પહોંચ્યું છે. સ્થાનિક રહીશો અને દર્દીના સગા-સંબંધીઓ તંત્રની ઘોર બેદરકારી સામે ભારે રોષ વ્યક્ત કરી રહ્યા છે અને પ્રાથમિક આરોગ્ય કેન્દ્રમાંથી તાત્કાલિક પાણી નિકાલની માંગ કરી રહ્યા છે.

સ્થિતિની ગંભીરતાને જોતાં સ્થાનિક પ્રશાસન અને આરોગ્ય વિભાગ હરકતમાં આવ્યું છે. પૂરથી પ્રભાવિત દર્દીઓને અન્ય સલામત સ્થળે અથવા ઉપરી હોસ્પિટલમાં ખસેડવાની કામગીરી હાથ ધરવામાં આવી છે. તંત્ર દ્વારા પંપ મૂકીને પાણી બહાર કાઢવાના પ્રયાસો શરૂ કરાયા છે, પરંતુ સતત વરસી રહેલા વરસાદને કારણે રાહત કામગીરીમાં મોટા વિઘ્નો આવી રહ્યા છે.

બ્યૂરો રિપોર્ટ જીએસટીવી

આ સમાચાર શેર કરો