મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

VIDEO: નર્મદા ડેમમાં પાણીની સપાટીમાં સતત વધારો: ડેમ 88.58 ટકા ભરાયો

સરદાર સરોવર નર્મદા ડેમમાં પાણીની આવક વધતા જળસ્તરમાં ઉત્સાહજનક વધારો જોવા મળી રહ્યો છે. તાર

તસવીર: gstv

સરદાર સરોવર નર્મદા ડેમમાં પાણીની આવક વધતા જળસ્તરમાં ઉત્સાહજનક વધારો જોવા મળી રહ્યો છે. તારીખ 18 ઓગસ્ટ 2026ના રોજ સવારે 9 વાગ્યાની સ્થિતિએ ડેમની જળસપાટી 135.22 મીટર નોંધાઈ છે, જે તેની મહત્તમ સપાટીની ખૂબ નજીક છે. છેલ્લા 24 કલાકમાં જળસ્તરમાં 9 સેમીનો વધારો થયો છે, જેના કારણે ડેમમાં ગ્રોસ સ્ટોરેજ 88.58 ટકા એટલે કે 8379.20 MCM સુધી પહોંચ્યું છે. હાલમાં ડેમમાં 75,968 ક્યુસેક પાણીની આવક થઈ રહી છે, જ્યારે નદી અને કેનાલ દ્વારા કુલ 17,178 ક્યુસેક પાણીની જાવક કરવામાં આવી રહી છે. ડેમની આ સ્થિતિ ખેતી અને પીવાના પાણી માટે ખૂબ જ રાહતરૂપ સાબિત થઈ રહી છે.

આ સમાચાર શેર કરો