મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

VIDEO: દ્વારકાના ખંભાળિયામાં નર્મદાના નીર મુદ્દે રાજકારણ ગરમાયું: પાઈપલાઈન પાસે હવન કરવામાં આવ્યું

દેવભૂમિ દ્વારકાના ખંભાળિયા તાલુકાના કોટા ગામે અચાનક પાણી પુરવઠો

તસવીર: gstv

દેવભૂમિ દ્વારકાના ખંભાળિયા તાલુકાના કોટા ગામે અચાનક પાણી પુરવઠો બંધ થઈ જતાં આમ આદમી પાર્ટી દ્વારા નવતર વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું છે. મુખ્ય પાણીની પાઈપલાઈન પાસે આપ કાર્યકરોએ હવન યોજીને સરકાર સામે રોષ વ્યક્ત કર્યો હતો…છ દિવસ અગાઉ જ ભાજપના નેતાઓ દ્વારા ઢોલ-નગારા સાથે નર્મદાના નીરના વધામણાં કરવામાં આવ્યા હતા. જોકે, આપનો આરોપ છે કે ખેડૂતોને ભ્રમિત કરવા માત્ર દેખાડા ખાતર જ આ ઉત્સવ મનાવાયો હતો. વાવણી અને સિંચાઈના મહત્વના સમયે જ પાણી બંધ થવાથી ખેડૂતોમાં ચિંતા ફેલાઈ છે, અને તાત્કાલિક પાણી શરૂ નહીં કરાય તો ઉગ્ર આંદોલનની ચીમકી ઉચ્ચારવામાં આવી છે.

આ સમાચાર શેર કરો