VIDEO: વડોદરાના રાજમાર્ગો પર વિશ્વામિત્રીના પાણી ફરી વળ્યા, અઢી લાખ ઘરોમાં અંધારપટ
વડોદરાની વિશ્વામિત્રી નદીમાં પૂર આવ્યું છે. વડોદરાના અનેક માર્ગોમાં પર વિશ્વામિત્રી નદીના પાણી ફરી વળ્યાં છે. શહેરની સોસાયટી
વડોદરાની વિશ્વામિત્રી નદીમાં પૂર આવ્યું છે. વડોદરાના અનેક માર્ગોમાં પર વિશ્વામિત્રી નદીના પાણી ફરી વળ્યાં છે. શહેરની સોસાયટીઓ પુરનાં પાણીમાં ગરકાવ થઈ છે. નિચાણવાળા વિસ્તારો સંપુર્ણ પાણીમાં ગરકાવ થયા છે. આજવા સરોવરમાંથી સતત પાણી છોડવામાં આવતા વિશ્વામિત્રી નદીમાં પૂર આવ્યું છે.
હજારો લોકોનું સ્થળાંતર કરાયું, સોસાયટીઓ ડૂબી
એક અંદાજ પ્રમાણે અત્યારે વડોદરાનો 40 ટકા વિસ્તાર વિશ્વામિત્રીના પૂરના પાણીમાં ગરકાવ છે અને લાખો રહેવાસીઓની સ્થિતિ કફોડી બની છે. બીજી તરફ નિચાણવાળા વિસ્તારોમાંથી હજારો લોકોનું સ્થળાંતર કરવામાં આવ્યું છે. વડોદરાવાસીઓ માટે એક બીજી મુસીબત એ પણ છે કે, ગઈકાલે સોમવારે પડેલા બાર ઈંચ વરસાદના કારણે ભરાયેલા વરસાદના પાણી પણ સોસાયટીઓમાંથી ઓસર્યા નથી. ગટરો ચોક અપ થઈ ગઈ હોવાથી જે વિસ્તારો વિશ્વામિત્રીના પૂરથી અસરગ્રસ્ત નથી તેવા વિસ્તારોની સોસાયટીઓમાં પણ પાણી તો ભરાયેલા જ રહ્યા છે. જેના કારણે આવા લોકો પણ અગવડ ભોગવી રહ્યા છે. સૂત્રો અનુસાર આજવા ડેમની સપાટી મંગળવારે બપોરે પણ 214 ફૂટે યથાવત છે. આજવા ડેમનું પાણી વિશ્વામિત્રીમાં છોડવાનું ચાલું છે. જેના કારણે ઓછામાં ઓછા એક દિવસ સુધી તો વિશ્વામિત્રીમાં પૂરની સ્થિતિ હળવી થવાની કોઈ શક્યત દેખાતી નથી
આજવા સરોવરમાંથી પાણી છોડાતા વડોદરાની વિશ્વામિત્રી નદીના જળસ્તરમાં વધારો થયો છે.વિશ્વામિત્રીની જળસપાટી 34 ફૂટે પહોંચી છે.નદી પર આવેલા તમામ પુલને સાવચેતીના ભાગરૂપે બંધ કરી દેવામાં આવ્યા છે.આ સ્થિતિના કારણે શહેરના કેટલાક નીચાણવાળા વિસ્તારોમાં પૂરના પાણી ઘુસી ગયા છે. શહેરના માર્ગોએ નદીઓનું સ્વરૂપ ધારણ કર્યું છે
વરસાદી પાણીના કારણે વિશ્વામિત્રી નદીની સપાટી
કાલાઘોડા બ્રિજ પર 32 ફૂટ પર
સમા હરણી બ્રિજ પર 40.83 ફૂટ, અકોટા બ્રિજ પર 36 ફૂટ,
મંગલ પાંડે બ્રીજ પર 35 ફૂટ પર
પાદરામાં 12ઇંચ વરસાદ ખાબક્યો
પાદરામાં 12ઇંચ વરસાદ ખાબક્યો છે. વરસાદે વિરામ લીધા બાદ પણ પાણી ઓસર્યા નથી. કૃષ્ણ કોમ્પલેક્ષ, વુડા, ગુજરાત હાઉસિંગ બોર્ડ વિસ્તારમાં પાણી ભરાયા છે. પાતાળિયા હનુમાન અને પાદરા જંબુસર હાઇવે વિસ્તાર જળમગ્ન છે. અનેક ઘરો અને દુકાનોમાં વરસાદી પાણી ભરાતા લાખોનું નુકસાન થયુ છે.








