VIDEO: બનાસકાંઠા જિલ્લાના લાખણીમાં 11 ઈંચ વરસાદથી જળબંબાકારની સ્થિતિ
બનાસકાંઠામાં ભારેથી અતિભારે વરસાદ પડવાની હવામાન વિભાગની આગાહીના પગલે સિઝનના પ્રથમ વરસાદમાં મેઘરાજા મનમૂકીને વરસ્યા હ

બનાસકાંઠામાં ભારેથી અતિભારે વરસાદ પડવાની હવામાન વિભાગની આગાહીના પગલે સિઝનના પ્રથમ વરસાદમાં મેઘરાજા મનમૂકીને વરસ્યા હતા. લાખણી પંથકમાં દિવસ દરમ્યાન આભ ફાટતાં 11 ઈંચ વરસાદ ખાબક્યો હતો. ભારે વરસાદને પગલે જળબંબાકારની સ્થિતિ સર્જાઈ હતી. જિલ્લામાં ત્રણ તાલુકાને બાદ કરતા અન્ય જિલ્લામાં અડધાથી નવ ઈંચ વરસાદ વરસ્યો હતો.
લાખણી પંથકમાં 11 ઈંચ વરસાદ ખાબક્યો
લાખણી પંથકમાં મેઘરાજાએ ધમાકેદાર એન્ટ્રી કરી હતી દસથી બાર વાગ્યામાં બે ઈંચ, બારથી બે વાગ્યા સુધીમાં છ ઈંચ અને સાંજે ચારથી છ વાગ્યા સુધીમાં એક ઈંચ મળીને કુલ 11 ઈંચ વરસાદ ખાબક્યો હતો.
શોપિંગ સેન્ટરોની દુકાનોમાં પાણી ઘૂસી જતા સામાન પલળી ગયો
લાખણીમાં ગેળા રોડ પરની શોપિંગ સેન્ટરોની દુકાનોમાં પાણી ઘૂસી જતા સામાન પલળી ગયો હતો. ડીસા-થરાદ હાઈવે પર પાણીમાં ગરકાવ થઈ ગયો હતો. લાખણી બજાર તરફ જવાના માર્ગમાં પાણી ભારતા લોકોને હાલાકીનો સામનો કરવો પડ્યો હતો.. મોટાભાગની દુકાનોમાં પાણી ઘૂસ્યા. જેને કારણે દુકાનદારોને નુકસાન વેઠવાનો પણ વારો આવ્યો.






