10 લાખમાં NEETની પરીક્ષામાં ચોરી કૌભાંડ, ડેપ્યુટી સેન્ટરના સુપ્રરિટેડન્ટની ગાડીમાંથી 7 લાખ રોકડા મળ્યા
રાજ્યના ગોધરામાં યોજાયેલી NEETની પરીક્ષામાં વિદ્યાર્થીઓને ચોરી કરાવવાનું કૌભાંડ ઝડપાયું છે. જિલ્લા કલેકટરને મળેલી અ

રાજ્યના ગોધરામાં યોજાયેલી NEETની પરીક્ષામાં વિદ્યાર્થીઓને ચોરી કરાવવાનું કૌભાંડ ઝડપાયું છે. જિલ્લા કલેકટરને મળેલી અંગત માહિતીના આધારે સમગ્ર કૌભાંડ સામે આવ્યું છે.
ડેપ્યુટી સેન્ટર સુપ્રીટેન્ડેન્ટની કારમાંથી રૂપિયા સાત લાખ રોકડા મળી આવ્યા
જિલ્લા કલેકટરને મળેલી બાતમીના આધારે NEETની પરીક્ષા કેન્દ્ર પર જિલ્લા અધિક કલેક્ટર અને જિલ્લા શિક્ષણ અધિકારીની તપાસ ટીમો દ્વારા તપાસ કરવામાં આવી છે. પરીક્ષાના ડેપ્યુટી સેન્ટર સુપ્રીટેન્ડેન્ટની કારમાંથી રૂપિયા સાત લાખ રોકડા મળી આવ્યા હતા.
એક વિદ્યાર્થી દીઠ દસ લાખ રૂપિયા લેવાનું નક્કી થયા હોવાનું પણ સામે આવ્યું
પરીક્ષાના ડેપ્યુટી સેન્ટર સુપ્રીટેનમેન્ટના મોબાઈલ માંથી whatsapp ચેટમાં કુલ છ વિદ્યાર્થીઓને ચોરી કરાવી એક વિદ્યાર્થી દીઠ દસ લાખ રૂપિયા લેવાનું નક્કી થયા હોવાનું પણ સામે આવ્યું છે.
જય જલારામ સ્કૂલ ગોધરાના શિક્ષક તુષાર ભટ્ટ, વડોદરાના રોય ઓવરસીઝ નામની કંપનીના માલિક પરશુરામ રોય અને ગોધરાના આરીફ વોરા નામના ઈસમ સામે પોલીસ ફરિયાદ નોંધાઈ છે.






