'લગ્ન પહેલા સેક્સ માણનારી મહિલાઓને થશે ફાંસી', આ મુસ્લિમ દેશે બનાવ્યો નવો કાયદો
ઈરાન એક એવો દેશ છે જ્યાં કાયદા ખૂબ કડક છે. ત્યાં મહિલાઓને હિજાબ ન પહેરવા બદલ સજા કરવામાં આવી છે. ત્યાં મ

ઈરાન એક એવો દેશ છે જ્યાં કાયદા ખૂબ કડક છે. ત્યાં મહિલાઓને હિજાબ ન પહેરવા બદલ સજા કરવામાં આવી છે. ત્યાં મહિલાઓ સમયાંતરે હિજાબ વિરુદ્ધ પ્રદર્શન પણ કરી ચુકી છે. હાલમાં જ ઈરાનની સંસદ દ્વારા નવો “શુદ્ધતા અને હિજાબ” કાયદો પસાર કરવામાં આવ્યો છે, જેના કારણે ફરી એકવાર વિશ્વમાં હલચલ મચી ગઈ છે. ખુદ ઈરાનના રાષ્ટ્રપતિએ આ યોગ્ય ન હોવાનું કહ્યું છે.
આ પણ વાંચોઃ ફ્રાંસમાં ઘેરાયું રાજકીય સંકટ, મિશેલ બાર્નિયરની સરકાર વિશ્વાસ મતમાં હારી ગઈ
ઈરાનની સંસદે ઈરાનમાં મહિલાઓ માટે ફરજિયાત હિજાબ પહેરવાનો અને અખંડ કૌમાર્ય (ચેસ્ટિટી)ને લગતો કાયદો પસાર કરાયો છે. પણ ઈરાનના રાષ્ટ્રપતિ પોતે આ કાયદાથી ખુશ નથી. ગયા વર્ષે સત્તામાં આવેલા રાષ્ટ્રપતિ મસૂદ પેઝેશ્કિયન સુધારક મનાય છે. તેમણે પણ આ કાયદાનો વિરોધ કર્યો છે. ચેસ્ટિટી લો હેઠળ કોઈ પણ સ્ત્રી નિકાહ પહેલાં કોઈ પણ પુરૂષ સાથે સેક્સ નહીં માણી શકે. નિકાહ પછી મહિલા માત્ર પોતાના પતિ સાથે જ સેક્સ માણી શકશે. લગ્ન પહેલાંના સેક્સ કે લગ્ન પછી પરપુરૂષ સાથે સેક્સ માટે મૃત્યુદંડ સુધીની સજાની કાયદામાં જોગવાઈ છે.
ઈરાનના રાષ્ટ્રપતિ પેઝેશિયને એક્સ પર લખ્યું છે કે, મારા મતે જેનો મારે અમલ કરવો પડવાનો છે તે હિજાબ કાયદો બરાબર નથી. આપણે સમાજની સંવાદિતા અને સહાનુભૂતિને ખલેલ પહોંચાડે તેવું કંઈ ન કરવું જોઈએ. આપણે આ મુદ્દા વિશે ચર્ચા કરવી જોઈએ.
આ કાયદો શું છે?
હાલમાં ઈરાની સંસદે નવો “શુદ્ધતા અને હિજાબ” કાયદો પસાર કર્યો છે. ઈરાનના રાષ્ટ્રપતિએ પણ તેનો વિરોધ કર્યો હતો. બુધવારે 152 સભ્યોએ આ બિલ પસાર કરવાના પક્ષમાં મતદાન કર્યું હતું, જ્યારે તેની વિરુદ્ધમાં માત્ર 34 મત પડ્યા હતા. આ નવા કાયદામાં સ્પષ્ટપણે કહેવામાં આવ્યું છે કે જો કોઈ મહિલા જાહેર સ્થળોએ અયોગ્ય કપડાં પહેરેલી જોવા મળશે તો તેને ચોથી ડિગ્રીની સજા આપવામાં આવશે.






