Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / વિશ્વ : Who is Vandi Verma, the Indian scientist who made NASA's AI drive on Mars a success? Find out the information

મંગળ ગ્રહ પર નાસાની AI ડ્રાઈવને સફળ બનાવનાર ભારતીય વૈજ્ઞાનિક વંદી વર્મા કોણ છે? જાણો માહિતી

Timeછેલ્લું અપડેટ : 04 Feb 2026
લાઇવ ટીવીGoogle News
મંગળ ગ્રહ પર નાસાની AI ડ્રાઈવને સફળ બનાવનાર ભારતીય વૈજ્ઞાનિક વંદી વર્મા કોણ છે? જાણો માહિતી
સોર્સ : GSTV

NASA AI Mars Mission: 2025ના ડિસેમ્બરમાં નાસાની પર્સિવેરન્સ રોવરે મંગળ ગ્રહ પર પ્રથમ વખત AI દ્વારા સ્વતંત્ર રીતે ડ્રાઈવ કરી હતી. સ્પેસ એક્સપ્લોરેશનના ઈતિહાસમાં આ એક મોટી સિદ્ધિ સાબિત થઈ છે. આ સિદ્ધિ પાછળ ભારતીય મૂળની રોબોટિક્સ એક્સપર્ટ વંદી વર્મા છે. ભવિષ્યના મિશનોમાં અન્ય ગ્રહો પર મશીનને કેવી રીતે વધુને વધુ એડવાન્સ બનાવવા એ વંદીનું કામ છે.

App Store

નાસાનું AI દ્વારા મંગળ પર સફળ ડ્રાઈવ
2025ની 8 અને 10 ડિસેમ્બરે નાસાએ એક રેકોર્ડ બનાવ્યો હતો. નાસાની પર્સિવેરન્સ રોવર દ્વારા મંગળની સપાટી પર જે સફર કરવામાં આવી હતી એ સંપૂર્ણપણે AI દ્વારા કરવામાં આવી હતી. એમાં કોઈ પણ વ્યક્તિએ ભૂમિકા નહોતી ભજવી. આ ડ્રાઈવ જેઝેરો ક્રેટરના કિનારે થઈ હતી. ત્યાનો વિસ્તાર ખૂબ જ અટપટો અને વૈજ્ઞાનિક રસ ધરાવતો વિસ્તાર છે. આ પ્રથમ વખત હતું જ્યારે કોઈ ગ્રહ પર રોવરે AI દ્વારા બનાવેલા માર્ગદર્શક બિંદુઓનો ઉપયોગ કરીને સફર કરી હતી. આ માર્ગને નાસાના ડિજિટલ ટ્વિન સિમ્યુલેશન દ્વારા ચકાસવામાં અને મિશન ટીમ દ્વારા મંજૂર કરવામાં આવ્યા હતા. આ સિદ્ધિ સ્પેસ એક્સપ્લોરેશનમાં એક મોટું પગલું છે. એના દ્વારા પૃથ્વી આધારિત નિયંત્રણ પરની નિર્ભરતા ઘટાડે છે અને દૂરના ગ્રહો પર ઝડપી અને વધુ અસરકારક નિર્ણય લેવાની ક્ષમતામાં વધારો થાય છે.

મિશન પાછળનું મગજ: વંદી વર્મા
આ ટેક્નોલોજીકલ એડવાન્સમેન્ટ માટે વંદી વર્માનો ખૂબ જ મોટો હાથ છે. નાસાના જેટ પ્રોપલ્શન લેબોરેટરી (JPL)માં સિનિયર એન્જિનિયર તરીકે તે કામ કરે છે. વંદી વર્માનો જન્મ પંજાબના હલવારા શહેરમાં થયો હતો અને તેઓ ભારતીય વાયુસેનાના પરિવારમાં ઉછર્યા હતા. તેમણે પંજાબ એન્જિનિયરિંગ કૉલેજ અને કાર્નેગી મેલોન યુનિવર્સિટીમાંથી ડિગ્રી મેળવી હતી. તેઓ 2007માં JPL સાથે જોડાયા અને ત્યારથી મંગળ પર વાહન ચલાવવાની લાયકાત ધરાવનાર થોડા લોકોમાં સામેલ થયા છે.

વંદી વર્માએ સ્પિરિટ, ક્યુરિયોસિટી અને ઈન્જેન્યુઇટી હેલિકોપ્ટર જેવા મિશનોમાં રોબોટિક કામગીરીમાં મહત્ત્વપૂર્ણ ભૂમિકા ભજવી છે. તેમનું કામ રોવર્સને વધુ બુદ્ધિશાળી અને સ્વતંત્ર બનાવવાનું છે, અને હાલમાં તેઓ પર્સિવેરન્સ માટે રોબોટિક ઓપરેશન્સની જવાબદારી સંભાળે છે.

AI કેવી રીતે રોવર ચલાવે છે
પર્સિવેરન્સમાં ઉપયોગમાં લેવાયેલ AI સિસ્ટમ જમીનને એનાલાઈઝ કરે છે. એમાં રહેલાં જોખમો ઓળખે છે અને સલામત ડ્રાઈવિંગ માટેનો માર્ગ નક્કી કરે છે. તે રોવરના નેવિગેશન કેમેરાઓમાંથી મળેલી માહિતીનો ઉપયોગ કરે છે, જેને 3D વર્ચ્યુઅલ વાતાવરણમાં રૂપાંતરિત કરવામાં આવે છે. આ સિમ્યુલેશનમાં AI દરેક થોડા ઇંચ પર વર્ચ્યુઅલ ફ્રેમ દાખલ કરે છે જેથી ચોક્કસ માર્ગ યોજના બનાવી શકાય.

આ પદ્ધતિ રોવરને તરત નિર્ણય લેવાની ક્ષમતા આપે છે. પૃથ્વીથી મંગળ સુધીના કમ્યુનિકેશનમાં જે સમય લાગે છે એને એ ટાળી શકે છે. હવે પર્સિવેરન્સ તેના આસપાસના વાતાવરણને ઓળખે છે અને ત્યાર બાદ પોતાની રીતે આગળ વધી શકે છે. આ ટેક્નોલૉજી ભવિષ્યના મિશન માટે ખૂબ જ મહત્ત્વપૂર્ણ છે.

ભવિષ્યના મિશન માટે જરૂરી ટેક્નોલૉજી
નાસા જેમ જેમ ચંદ્ર, મંગળ અને અન્ય મહત્ત્વાકાંક્ષી મિશનો માટે તૈયારી કરે છે, તેમ AI આધારિત સિસ્ટમ ખૂબ જ મદદરૂપ બની શકે છે. મનુષ્ય દ્વારા દેખરેખ વિના કાર્ય કરવાની રોવર્સને પરવાનગી મળે તો તે વધુ વિસ્તાર કવર કરી શકે છે. તેમ જ અણધારી મુશ્કેલીનો સામનો કરી શકે છે. ભવિષ્યમાં ડ્રોન જેવા અન્ય રોબોટિક સિસ્ટમ સાથે મળીને પણ રોવર કામ કરી શકે છે.

JPLના મેટ વોલેસ અનુસાર આ સિદ્ધિ એવા મિશનો માટે દરવાજા ખોલે છે જ્યાં રોવર્સ અને હવાઈ વાહનો સાથે મળીને કામ કરી શકે છે. આથી મુશ્કેલીભરી જગ્યાએ ઓછામાં ઓછી માનવીય દખલગીરી વિના ખૂબ જ સારી રીતે સ્પેસને એક્સપ્લોર કરી શકાશે

સ્માર્ટ સ્પેસક્રાફ્ટનો નવો યુગ
મંગળ પર નાસાની AI આધારિત સફળ ડ્રાઈવ સ્પેસ એક્સપ્લોરેશન માટે નવા યુગની શરૂઆત છે. અહીં AI મશીનનો ઉપયોગ કરવામાં આવે છે. વંદી વર્મા જેવા લીડરના માર્ગદર્શન હેઠળ પ્લેનેટને એક્સપ્લોર કરવું હવે ઓટોમેટેડની સાથે વધુ ઈન્ટેલિજન્ટ, સરળ અને અનુકૂળ બની રહ્યું છે.