Food Delivery Graveyard Video: ભૂતથી ડરો છો? ડિલિવરી બોયને કબ્રસ્તાનમાં ઓર્ડર આપવા બોલાવ્યો, વાયરલ વીડિયો જોઈ તમે પણ ફફડી જશો!
Food Delivery Graveyard Video: સોશિયલ મીડિયા ઉપર વીડિયો વાયરલ થતા રહેતા હોય છે. જો કે, કેટલાક વીડિયો સ્ક્રિપ્ટેડ હોય છે તો, કેટલાક રિયલ પણ હોય છે. આજે અમે એક એવા જ વીડિયો અંગે જણાવવાના છીએ. આ વીડિયો હાલ સોશિયલ મીડિાયા પર ખૂબ ચર્ચામાં છે. વાયરલ વીડિયો એક ડિલીવરી બોયનો છે. આવો જાણીએ આ વીડિયોમાં શું છે.
વાયરલ વીડિયોમાં શું છે?
સોશિયલ મીડિયા પર વાયરલ થતા આ વીડિયોમાં જોઈ શકાય છે કે, ડિલીવરી બોય પોતાનો ઓર્ડર લઈને ડિલીવરી માટે નીકળી પડતો હોય છે. રાત્રિના અંધારામાં જ્યારે તે ડિલીવરી વાળા સ્થળ પર પહોંચે છે ત્યારે તેને એક કબ્રસ્તાન જોવા મળે છે. આ યુવક કબ્રસ્તાન જોઈ ગભરાઈ જતો હોય છે. અને ઓર્ડર વાળા મોબાઈલ નંબર પર કોલ કરે છે.
તમે ભૂતથી ડરી રહ્યા છો ને?
ત્યારબાદ ડિલિવરી બોય આ મહિલાને સ્પષ્ટ કહે છે કે, ઓર્ડર જોઈતો હોય તો બહાર આવી જાઓ. હું સ્મશાનમાં નહિ આવું. હું ઓર્ડર કેન્સલ કરી દઈશ. ડિલિવરી બોયની વાત સાંભળીને એ મહિલા તેને જણાવે છે કે, તમે ભૂતોથી ડરી તો નથી રહ્યા ને? એટલું સાંભળતાની સાથે ડિલીવરી બોય ઘણો ડરી જાય છે. આ વીડિયો સોશિયલ મીડિયા પર ખૂબ શેર કરવામાં આવી રહ્યો છે. જો કે, આ વીડિયો સાચો છે કે સ્ક્ર્પિટેડ છે. એ અત્યાર સુધી સ્પષ્ટ નથી થઈ શક્યું.

