મુખ્ય સામગ્રી પર જાઓ
વિશ્વ

VIDEO: ખાડી વિસ્તારમાં જંગ વધુ તેજ: ઈરાને કુવૈતી ક્રૂડ કેરિયર “અલ-સાલ્મી” પર કર્યો મોટો હુમલો

પશ્ચિમ એશિયામાં યુદ્ધ સતત ચાલુ છે અને બંને તરફથી હુમલા કર

પશ્ચિમ એશિયામાં યુદ્ધ સતત ચાલુ છે અને બંને તરફથી હુમલા કરવામાં આવી રહ્યા છે. ઈરાન પણ વળતી કાર્યવાહીમાં ઉપરાઉપરી હુમલા કરી રહ્યું છે. આ દરમિયાન ઈરાન દ્વારા કુવૈતને સતત નિશાન બનાવવામાં આવી રહ્યું છે. અગાઉ કુવૈતના એક ડિસેલિનેશન પ્લાન્ટ (પાણી શુદ્ધિકરણ પ્લાન્ટ) પર હુમલો કરવામાં આવ્યો હતો, જેમાં એક ભારતીયનું મોત થયું હતું. હવે કુવૈત પેટ્રોલિયમ કોર્પોરેશન (KPC)નું કહેવું છે કે કુવૈતી ક્રૂડ કેરિયર “અલ-સાલ્મી” પર ઈરાની સેનાએ હુમલો કર્યો છે.

ઈરાને ઈઝરાયેલની સાથે સાથે કુવૈત પર પણ હુમલા તેજ કર્યા છે. કુવૈત પેટ્રોલિયમ કોર્પોરેશન (KPC)એ જણાવ્યું કે ઈરાની સેનાએ આજે મંગળવારે સવારે કુવૈતી ક્રૂડ કેરિયર “અલ-સાલ્મી” પર તે સમયે સીધો હુમલો કર્યો, જ્યારે તે સંયુક્ત આરબ અમીરાત (UAE)ના દુબઈ પોર્ટના એન્કરેજ એરિયામાં ઊભું હતું.

બહારના ભાગને નુકસાન, આગ લાગી

હુમલા બાદ જારી કરવામાં આવેલા નિવેદનમાં કુવૈત પેટ્રોલિયમ કોર્પોરેશને જણાવ્યું કે ઘટના સમયે ટેન્કર સંપૂર્ણપણે ભરેલું હતું. આ ઘટના મંગળવારે (31 માર્ચ) મોડી રાત્રે અંદાજે 12:10 વાગ્યે બની હતી. નિવેદનમાં વધુમાં ઉમેર્યું છે કે આ હુમલાને કારણે “જહાજના બહારના ભાગ (hull)ને મોટું નુકસાન થયું છે અને જહાજમાં આગ લાગી ગઈ છે, જેનાથી આસપાસના પાણીમાં તેલ ઢોળાવવાનું (oil spill) જોખમ ઉભું થયું છે.”

અચાનક થયેલા હુમલા અંગે નિવેદનમાં જણાવાયું છે કે, “ઇમરજન્સી રિસ્પોન્સ અને અગ્નિશમન ટીમોને તાત્કાલિક સક્રિય કરવામાં આવી છે અને તેઓ હાલમાં સંબંધિત સત્તાવાળાઓ સાથે મળીને સ્થિતિને નિયંત્રિત કરવા અને ત્યાંના સંજોગો સંભાળવાનું કામ કરી રહી છે.”

ડિસેલિનેશન પ્લાન્ટ પર હુમલો, ભારતીયનું મોત

સાથે જ કોર્પોરેશને એ વાતની પણ પુષ્ટિ કરી છે કે ક્રૂ મેમ્બર્સ (ચાલક દળ)માંથી કોઈને ઈજા થઈ હોવાના સમાચાર નથી. તેમણે વધુમાં જણાવ્યું કે, “જોકે નુકસાનનું વિગતવાર ટેકનિકલ મૂલ્યાંકન કરવામાં આવી રહ્યું છે, અને જહાજની સુરક્ષા સુનિશ્ચિત કરવા તેમજ પર્યાવરણ પર પડનારી કોઈપણ સંભવિત અસરને ઓછી કરવા માટે તમામ જરૂરી પગલાં લેવામાં આવી રહ્યા છે.”

આ પહેલા સોમવારે કુવૈતના એક પાવર એન્ડ વોટર ડિસેલિનેશન પ્લાન્ટ પર ઈરાન દ્વારા હુમલો કરવામાં આવ્યો હતો. આ હુમલામાં એક ભારતીય નાગરિકનું મોત થયું હતું. આ મૃત્યુ સાથે જ પશ્ચિમ એશિયામાં ચાલી રહેલા જંગમાં માર્યા ગયેલા ભારતીય નાગરિકોની સંખ્યા વધીને 8 થઈ ગઈ છે.

એક સરકારી સમાચાર એજન્સી અનુસાર, કુવૈતના એનર્જી મિનિસ્ટ્રીએ જણાવ્યું કે હુમલા દરમિયાન ડિસેલિનેશન પ્લાન્ટના કેમ્પસની એક ઈમારતને નુકસાન પહોંચ્યું છે.

ઈરાન અને ઈઝરાયેલ તથા અમેરિકા વચ્ચે 28 ફેબ્રુઆરીએ જંગ શરૂ થયા બાદ જમીન પર માર્યા જનારા તે પ્રથમ ભારતીય નાગરિક છે. કુવૈત સ્થિત ભારતીય દૂતાવાસે મૃત્યુની પુષ્ટિ કરતા ભારતીય નાગરિકના ‘દુઃખદ નિધન’ પર ‘ઊંડો શોક’ વ્યક્ત કર્યો છે.

જોકે, ઈરાનનું કહેવું છે કે તેણે આ હુમલો કર્યો નથી. સાથે જ તેણે એવો આરોપ પણ લગાવ્યો કે આ હુમલો ઈઝરાયેલે કર્યો છે જેથી તેનો દોષ ઈરાન પર ઢોળી શકાય. ઈરાની સેનાના ઓપરેશનલ કમાન્ડ 'ખતમ અલ-અનબિયા'એ હુમલાની વાતને નકારી કાઢતા કહ્યું કે કુવૈતના ડિસેલિનેશન પ્લાન્ટ પર હુમલો એ ઝાયોનિસ્ટ (ઇઝરાયેલી) તાકાતોનું કાવતરું છે.

આ સમાચાર શેર કરો