VIDEO: જો બાયડનની લપસી જીભ/ ટ્રમ્પને બનાવ્યા ઉપરાષ્ટ્રપતિ, તો યુક્રેનના રાષ્ટ્રપતિ ઝેલેન્સ્કીને ગણાવ્યા...
અમેરિકન રાષ્ટ્રપતિ જો બાયડને NATOની બેઠક દરમિયાન યુક્રેનના રાષ્ટ્રપતિ ઝેલેન્સ્કીને રાષ્ટ્રપતિ

અમેરિકન રાષ્ટ્રપતિ જો બાયડને NATOની બેઠક દરમિયાન યુક્રેનના રાષ્ટ્રપતિ ઝેલેન્સ્કીને રાષ્ટ્રપતિ પુતિન તો એક પ્રેસ કોન્ફરન્સમાં કમલા હેરિસને ટ્રમ્પ ગણાવી દીધા હતા. તેમણે આ પ્રકારની લોથ એવા સમયે મારી છે જ્યારે રાષ્ટ્રપતિ પદની ચૂંટણીમાં તેમની ઉમેદવારી સામે પહેલાંથી જ સવાલો ઊઠી રહ્યા છે.
ઝેલેન્સ્કીને પુતિન ગણાવ્યાં
બાયડનની આ પ્રકારની ભૂલોને કારણે જ હવે તેમના સમર્થકો પણ તેમણે રાષ્ટ્રપતિ પદની રેસમાંથી ખસી જવા અપીલ કરી રહ્યા છે. અમેરિકામાં વોશિંગ્ટનમાં નાટો દેશોની એક બેઠક ચાલી રહી હતી. આ બેઠકમાં યુક્રેનના રાષ્ટ્રપતિ ઝેલેન્સ્કી પણ આવ્યા હતા. બાઈડેને બેઠક દરમિયાન જ યુક્રેનના રાષ્ટ્રપતિ ઝેલેન્સ્કીને ભૂલથી રાષ્ટ્રપતિ પુતિન કહી દીધા હતા. જોકે થોડીક જ વારમાં ભાન થતાં તેમણે પોતાની ભૂલ સુધારી હતી. તેમની આ ભૂલનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ ગયો હતો.
પુતિનને હરાવવા પર સમગ્ર ધ્યાન : બાયડન
જો બાયડન નાટોના મંચ પર ઊભા થઈને ભાષણ આપી રહ્યા હતા ત્યારે બાજુમાં જ યુક્રેનના રાષ્ટ્રપતિ ઝેલેન્સ્કી ઊભા હતા. ત્યારે ઝેલેન્સ્કીનું સ્વાગત કરતાં બાયડને તેમને રાષ્ટ્રપતિ પુતિન ગણાવી દીધા. પછી માઈક છોડીને જવા લાગ્યા. એટલામાં પાછા આવ્યા અને પછી ભૂલ સ્વીકારતાં કહ્યું કે મારું સમગ્ર ધ્યાન પુતિનને હરાવવા પર છે.
ડોનાલ્ડ ટ્રમ્પે જો બાયડનની મજાક ઉડાવી
જો બાયડનની મજાક ઉડાવતા, ડોનાલ્ડ ટ્રમ્પે સોશિયલ મીડિયા પર લખ્યું, 'કુટિલ જોએ તેની બિગ બોય પ્રેસ કોન્ફરન્સ શરૂ કરી અને કહ્યું, 'હું વાઇસ પ્રેસિડેન્ટ ટ્રમ્પને વાઇસ પ્રેસિડેન્ટ તરીકે પસંદ કરતો નથી... શાબાશ જો.' જે બાદ બાયડનની વધતી ઉંમરને લઈને ચર્ચા ફરી તેજ થઈ ગઈ અને તેમની રાષ્ટ્રપતિ પદની ઉમેદવારીનો વિરોધ પણ વધ્યો. પ્રેસ કોન્ફરન્સ દરમિયાન જો બાયડનને પૂછવામાં આવ્યું કે શું કમલા હેરિસ ડોનાલ્ડ ટ્રમ્પને હરાવી શકશે જો તેઓ રાષ્ટ્રપતિ પદની ઉમેદવારીમાંથી ખસી જશે? તેના જવાબમાં બાયડને કહ્યું, 'જો મને લાગતું હોય કે તેઓ રાષ્ટ્રપતિ બનવા માટે લાયક નથી તો મેં હું ઉપરાષ્ટ્રપતિ ટ્રમ્પને ઉપરાષ્ટ્રપતિ તરીકે ચૂંટ્યા જ ન હોત.'








